ઉલ્લેખનીય છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી ઈવીએમ હેકિંગનો મુદ્દો ચર્ચામાં છે અને વિપક્ષી પાર્ટીઓ ઈવીએમ હેકિંગનો દાવો કરી રહ્યું છે. તેઓ ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે પ્રથમ વખત ઈવીએમ હેકિંગનો વર્ષ 2009માં ભાજપે જાહેર કર્યું હતું, જ્યારે ભાજપના વરિષ્ઠ નેતાએ 2009માં પોતાની પાર્ટીની હાર પાછળ ઈવીએમની હેકિંગની શંકા વ્યક્ત કરી હતી.
2/4
હેકરના આ ખુલાસા બાદ નરેંદ્ર મોદી સરકારમાં મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું, ઈવીએમ ક્યારેય હેક ન થઈ શકે. ઈવીએમને લઈને કૉંગ્રેસ ખોટો પ્રચાર કરી રહ્યું છે. હાર પર હેકિંગને લઈને હોરર શો બનાવવામાં આવી રહ્યો છે. મુખ્તાર અબ્બાસ નકવીએ કાર્યક્રમમાં કપિલ સિબ્બલની હાજરીને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે.
3/4
લંડન: એક કથિત અમેરિકી હેકરે લંડનમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા દાવો કર્યો છે કે 2014 લોકસભા ચૂંટણીમાં હેકિંગ માટે પૂર્વ કેંદ્રીય મંત્રી ગોપીનાથ મુંડેની ટીમે તેમની ટીમનો સંપર્ક કર્યો હતો. હેકરે એ પણ દાવો કર્યો છે કે 2015માં દિલ્હી વિધાસભા ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટી માટે હેકિંગ કર્યું હતું. આ બંને ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. હેકરના આ નિવેદન પર ચૂંટણી પંચ ટૂંક સમયમાં પોતાનું નિવેદન જાહેર કરી શકે છે.
4/4
હેકરે દાવો કર્યો છે કે ટ્રાંસમીટરના માધ્યમથી ઈવીએમ હેકીંગ થઈ શકે છે. હેકરે કહ્યું, 14 લોકોની તેની ટીમ છે. તેનો દાવો છે કે તેના પર હુમલા પણ થઈ ચુક્યા છે. જેના કારણે તેણે અમેરિકામાં શરણ લીધી છે. હેકરના આ ખુલાસા પર સવાલો ઉઠ્યા છે. ખાસ વાત તો એ છે કે લંડનમાં હેકરની આ પત્રકાર પરિષદમાં કૉંગ્રેસ પાર્ટીના નેતા કપિલ સિબ્બલ પણ હાજર હતા. આ કાર્યક્રમનું આયોજન લંડનમાં ઈન્ડિયન જર્નલિસ્ટ એસોસિએશે કર્યું હતું.