અમિત શાહે મહાગઠબંધન મામલે કહ્યું કે, "મહાગઠબંધનનું દેશભરમાં ક્યાંય પણ તેનું અસ્તિત્વ નથી. મહાગઠબંધન એક પ્રકારનો ભ્રમ છે, કેમકે તેમાં તમામ પ્રાદેશિક નેતાઓ જ છે."
2/4
અમિત શાહે મુંબઈમાં એક ખાનગી ટીવી ચેનલના એક કાર્યક્રમમાં કહ્યું કે, "અમે જનાદેશને સ્વીકારીએ છીએ. અમે આ રાજ્યોમાં કેમ હાર્યા? તેના પર વિચાર કરીશું." તેઓએ કહ્યું કે આ ન તો માત્ર ભાજપ માટે પરંતુ દેશ માટે પણ જરૂરી છે કે પાર્ટી આગામી ચૂંટણી જીતે. ચૂંટણી અમારા માટે માત્ર સરકાર બનાવવાનું માધ્યમ નથી. અમે ચૂંટણીને લોકસંપર્કનું એક માધ્યમ માનીએ છીએ.
3/4
પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ બીજેપી અધ્યક્ષ અમિત શાહે પહેલીવાર પોતાનુ મૌન તોડ્યુ છે. અમિત શાહના મતે વિધાનસભામાં મળેલી હારને લોકસભા 2019ની ચૂંટણી સાથે ના સરખાવવી જોઇએ, કેમકે બન્ને અલગ અલગ મુદ્દાને લઇને લડવામાં આવતી હોય છે.
4/4
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઇ છે જ્યારે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસે સરકાર બનાવી છે, ઉલ્લેખનીય છે કે, અહીં ભાજપની ચાલુ સરકારને કોંગ્રેસે ઉખાડી ફેંકી છે.