શોધખોળ કરો
પ્રદૂષણ હટાવવા કેજરીવાલ સરકારે આ લીધા પગલા, લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન
1/4

પ્રદૂષણ પર સરકારના વલણથી નારાજ દિલ્લીવાસીઓએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પ્રદર્શનમાં બાળકો, મહિલાઓ માસ્ક પહેરીને પહોંચ્યા હતા. ફિટનેસ એક્સપર્ટ વેસના જેકબના મતે શહેરમાં હાલમાં એટલુ ભયાનક પ્રદૂષણ છે કે બાળકોએ માસ્ક પહેર્યા વિના બહાર નીકળવું જોઇએ નહીં. બીજી તરફ કેજરીવાલ સરકારે આજે બપોરે ઇમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં પ્રદૂષણના ઉકેલ માટેના ઉપાયો પર વિચાર કરવામાં આવશે.
2/4

દિલ્લીમાં આગામી 5 દિવસ સુધી નિર્માણ કાર્ય પર રોક, 10 દિવસ સુધી ડિઝલવાળા જનરેટર સેટ પર પ્રતિબંધ, બદરપુર પ્લાંટ રાખ પર 10 દિવસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, કાલથી રોડ પર થશે પાણીનો છટકાવ, 3 દિવસ સુધી દિલ્લીના તમામ સ્કૂલો બંધ રહેશે, કચરો સળગાવા પર પ્રતિબંધ. કેજરીવાલે તમામલ લોકોને આ સમસ્યાના સમાધાન માટે સહયોગ આપવા માટે અપિલ કરી છે. તમામ લોકો આ મસ્યાનો મળીને નિરાકરમ લાવે
Published at : 06 Nov 2016 01:35 PM (IST)
Tags :
CM KejriwalView More





















