શોધખોળ કરો
આધાર કાર્ડ ફરજીયાત કે નહીં!, સુપ્રીમ કોર્ટ આજે કરશે નિર્ણય
1/3

નવી દિલ્હી: આધાર કાર્ડ અનિવાર્યતા મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે ચુકાદો આપી શકે છે. કોર્ટે 38 દિવસની સુનાવણી બાદ આધાર કાર્ડ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે પાંચ જજોની સંવિધાન બેન્ચ નક્કી કરશે કે આધાર ગોપનીયતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે કે નહીં.
2/3

આધાર ફરજિયાત મામલે 10 મે ના રોજ સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. પ્રાઇવસીને મૌલિક અધિકાર ગણાવ્યા બાદ હવે આધાર માટે લેવામાં આવતા ડેટા ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે કે નહીં તેના પર નિર્ણય આવશે. નિર્ણય આવે ત્યાં સુધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ સિવાય અન્ય તમામ કેન્દ્ર કે રાજ્ય સરકારોની યોજનાઓમાં આધારની અનિવાર્યતા પર રોક લગાવી દીધી છે.
Published at : 25 Sep 2018 08:47 PM (IST)
View More





















