શોધખોળ કરો
Advertisement

જેએનયૂ વિવાદ: 3 વર્ષ બાદ પોલીસે ચાર્જશીટ દાખલ કરી, કન્હૈયા, ઉમર ખાલિદના નામ

1/3

જેએનયુમાં સંસદ પર હુમલાનાં ગુનેગાર અફઝલ ગુરુ અને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટનાં કો-ફાઉન્ડર મકબુલ ભટી યાદગીરીમાં એક પ્રોગ્રામનું આયોજન કર્યુ હતુ. જેને કલ્ચર ઈવેન્ટ નામ આપવામાં આવ્યુ હતુ. આ પ્રોગ્રામમાં ઘણા લોકોએ દેશ વિરોધી નારા લગાવ્યા હતા. 10 ફેબ્રુઆરીએ નારાબાજી કરતો વિડીયો સામે આવ્યો છે. દિલ્હી પોલીસે 12 ફેબ્રુઆરીએ નારાબાજીનાં આરોપમાં દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો . આ કેસમાં કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્યની ધરપકડ કરવામાં આવી હતી.
2/3

નવી દિલ્હી: જેએનયૂ યુનિવર્સિટીમાં 2016માં દેશ વિરોધી નારા લગાવવાના મુદ્દે પોલીસે 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં આતંકી અફઝલની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં દેશ વિરોધી નારા લગાવવાનો આરોપ છે. જેમાં કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય અને શેહલા રશીદ અને સીપીઆઈ સાંસદ ડી રાજાની દિકરી અપરાજિતા રાજાનું નામ પણ સામેલ છે. આ મામલે કન્હૈયા કુમારે પોતાની પ્રતિક્રિયા આપતા તેને મોદી સરકારનો ચૂંટણી સ્ટંટ ગણાવ્યો હતો.
3/3

ઉલ્લેખનીય છે કે પોલીસ પાસે કન્હૈયા કુમાર દ્વારા નારા લગાવ્યા હોવાના કોઈ પૂરાવા નથી પરંતુ તેના પર નારા લગાવનારાઓનું સમર્થન કરવાનો આરોપ છે. આ મામલે દિલ્હી પોલીસના અધિકારીએ કહ્યું, આ મામલો ખૂબ જ ગુંચવણ ભર્યો છે અને તેના માટે દિલ્હી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઘણા રાજ્યોમાં જઈ તપાસ કરી છે. હવે તપાસ પૂર્ણ થઈ છે અને તેમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી રહી છે.
Published at : 14 Jan 2019 07:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
