રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી હતી કે આ વર્ષે પાકિસ્તાન 1000 થી વધુ વાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યુ છે. તેમને કહ્યું કે, ઘૂસણખોરી કરવાની તાકમાં બેઠેલા આતંકીઓને કરવા આપવા માટે પાકિસ્તાન આમ કરી રહ્યું છે.
3/6
ગયા અઠવાડિયે કેરન સેક્ટરમાં ઘૂસણખોરીની આ ત્રીજી મોટી ઘટના છે. તાજેતરમાંજ કેરન સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશ રોકવા દરમિયાન સેનાના બે જવાબ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં એક જવાનનું સારવાર દરમિયાન મોત થઇ ગયું હતું.
4/6
માહિતી પ્રમાણે, સેનાને આજે સવારે કેરન સેક્ટરમાં કંઇક હલચલ દેખાઇ. ત્યારબાદ ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન દરમિયાન આતંકીઓએ સેના પર ફાયરિંગ શરૂ કરી દીધુ. સેનાએ જવાબી કાર્યવાહી કરતાં ચાર આતંકીઓને ત્યાંજ ઠાર મારી દીધા.
5/6
રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, "કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરરમાં ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી દેવાઇ છે, આ દરમિયાન ચાર આતંકવાદીઓ ઠાર મરાયા છે."
6/6
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સેનાએ આતંકવાદી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી દીધી છે. સેનાએ અત્યાર સુધી પાંચ આતંકીઓને ઠાર મારી દીધી છે. શક્યતા છે કે હજુ કેટલાક આતંકીઓ છુપાયેલા હોઇ શકે છે, સર્ચ ઓપરેશન ચાલુ છે.