ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસથી કેરાલામાં સદીનું સૌથી વિનાશકારી પૂર આવ્યું, જેમાં 400 લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બચાવ અને રાહત કામગીરીમાં લાગી ગઇ છે.
3/5
મેઘરાજાએ રાજસ્થાનમાં કેર વર્તાવ્યો છે, જેના કારણે લગભગ 1 હજાર ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. જ્યારે યુપીના લખીમપુરમાં શારદા નદી ભયજનક સપાટી વટાવતા હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
4/5
ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. ભારે વરસાદ આવવાનું કારણ ઓડિશામાં એક સર્ક્યૂલેશન સિસ્ટમ વિકસીત થઇ છે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ઉભી થઇ છે, જેના કારણે બિહાર, ઝારખંડ, અને ઉત્તરીય છત્તીસગઢના શહેરોમાં હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
5/5
નવી દિલ્હીઃ 8 ઓગસ્ટથી કેરાલમાં આવેલા ભયાનક પૂરના વિનાશથી હજુ દેશ બહાર આવ્યો નથી, ત્યાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે, હવે ઉત્તર ભારતમાં વરસાદે કેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે, ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ઉત્તર પ્રદેશમાં પરિસ્થિતિ ખરાબ થઇ ગઇ છે.