ભોપાલઃ મોદી સરકારના વિદેશ મંત્રી અને વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે 2019ની લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કર્યા બાદ ભાજપના વધુ એક મહિલા નેતા અને કેન્દ્રીય મંત્રીએ પણ આગામી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.
2/3
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ તાજેતરમાં જ રામ મંદિર મુદ્દે કહ્યું હતું કે, તેમની પાર્ટીનો રામ મંદિર પર એકાધિકાર નથી. તેમણે રામ મંદિરના નિર્માણ માટે તમામ પાર્ટીઓને એકસાથે આવવા આહ્વાન કર્યું હતું.
3/3
ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ 2019 લોકસભા ચૂંટણી નહીં લડવાની અચાનક જાહેરાત કરી છે. જોકે તેમણે રાજકારણમાં સક્રિય રહેશે તેમ પણ જણાવ્યું છે. મંગળવારે તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો અને આગામી દોઢ વર્ષમાં ગંગા નદીની સફાઈના મુદ્દા પર ધ્યાન કેન્દ્રીય કરવા માંગુ છું તેથી હું 2019 લોકસભા ચૂંટણી લડવા નથી માંગતી.