શોધખોળ કરો
PNB કૌભાંડ મામલે ઈન્ટરપોલે નીરવ મોદી વિરુદ્ધ રેડકોર્નર નોટિસ જાહેર કરી
1/4

આ સંજોગોમાં હવે નીરવ મોદી વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જારી કરી દેવામાં આવી છે. ઇન્ટરપોલ દ્વારા જારી કરવામાં આવેલી રેડકોર્નર નોટિસ કોઇ પણ અપરાધીને પકડવા માટે દુનિયાભરમાં માન્ય પ્રક્રિયા છે. સીબીઆઇએ આ માટે ઇન્ટરપોલને જરૂરી દસ્તાવેજ પણ ઉપલબ્ધ કરાવ્યા છે. સીબીઆઇએ ઇન્ટરપોલ દ્વારા તમામ ૧૯૦ દેશોને નીરવ મોદીની અટકાયત કરવા માટે સૂચના આપવા જણાવેલ છે.
2/4

સૂત્રોએ જણાવ્યું હતું કે માત્ર પાસપોર્ટ રદ કરવાથી ધરપકડ કરી શકાતી નથી. ઘણા દેશો આ માટે ધરપકડ કરવામાં માનતા નથી, પરંતુ જો ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જારી કરવામાં આવે તો તમામ દેશો તેને સ્વીકારે છે અને ધરપકડ કરવા તૈયાર થઇ જાય છે.
Published at : 02 Jul 2018 05:10 PM (IST)
View More





















