લોકસભામાં 12 કલાક ચાલેલી અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામાં વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ શેર-શાયરીને મહેફિલ જમાવી દીધી હતી. આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને ભારતીય જનતા પાર્ટીનો નારો 'અચ્છે દિન'નો મજાક બનાવવા માટે પણ એક કવિતા વાંચી હતી.
2/7
3/7
નવી દિલ્હીઃ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર 12 કલાકની લાંબી ચર્ચામાં ભલે અનેક લોકોનું મનોરંજન થયું હોય પણ ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરનું આ વાતને લઇને દુઃખી થયા છે. તેમનું માનવું છે કે આ સત્ર કવિતાનું અપમાન હતું.
4/7
5/7
6/7
મોદી સરકાર વિરુદ્ધ 20 જુલાઇએ લોકસભામાં ચાલેલી અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં સરકાર અને વિપક્ષી પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરતાં જોવામાં આવ્યા હતા. ચર્ચા દરમિયાન કોંગ્રેસ રાહુલ ગાંધીએ સરકાર પર જબરદસ્ત એટેક કર્યા બાદ વડાપ્રધાનને ગળે મળ્યા હતા.
7/7
પોતાના ટ્વીટર એકાઉન્ટ પર જાવેદે મંગળવારે લખ્યું, "હું હાથ જોડીને અને ખુબજ વિનમ્રતાની સાથે રાજકીય પાર્ટીઓના બધા સાંસદોને નિવેદન કરુ છું કે અહીં 12 કલાક સુધી અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કરવામાં આવેલી શેર-શાયરીમાં અને કવિતાઓ પર રહમ કરે. આ સત્રમાં વાંચવામાં આવેલી કવિતાઓ અને શાયરીમાં ખોટા શબ્દોનું પ્રયોજન કરવામાં આવ્યું, તેનું ઉચ્ચારણ ખોટુ હતું."