જસ્ટિસ રંજન ગોગાઈનું દેશના આગામી ન્યાયાધીશ બનવવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. મીડિયા અહેવાલ પ્રમાણે કાનૂન મંત્રાલયે પ્રોટોકોલ પ્રમાણે જસ્ટિસ દીપક મિશ્રા પાસે પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરવાની જાહેરાત કરી છે. એક રિપોર્ટ અનુસાર જસ્ટિસ દીપક મિશ્રા 2 સપ્ટેમ્બરે પોતાનો પત્ર મંત્રાલયને મોકલી શકે છે. સીનિયોરિટી પ્રમાણે જસ્ટિસ ગોગોઈ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા બાદ સૌથી ઉપર છે.
2/4
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના તે ચાર જોજોમાં શામેલ છે જેમણે પહેલીવાર મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ આરોપ લગાવ્યા હતા. સવાલ ઉઠાવનારા સુપ્રીમ કોર્ટના ચાર જોજોમાં જસ્ટિસ રંજન ગોગોઈ સાથે જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ સામેલ હતા.
3/4
4/4
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ હશે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રા જસ્ટિસ રંજન ગોગોઈના નામની ભલામણ કરશે. નિયમ અનુસાર સૌથી વરિષ્ઠ જજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ રંજન ગોગાઈ 3 ઓક્ટોબરે શપથ લેશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા બીજી ઓક્ટોબરે નિવૃત થઈ રહ્યા છે.