કર્ણાટકના ડેપ્યૂટી સીએમ જી. પરમેશ્વરાએ જણાવ્યું છે કે, આ ઘટનામાં 25 લોકોના મોત થયાં છે. અમે આ ઘટનાની પૂરી તપાસ કરીશું. રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ઘટના સ્થળની મુલાકાત લઈ મૃતકના પરિવારજનોને રૂ. 5 લાખનું વળતર જાહેર કર્યું છે.
2/3
બસમાં 30 કરતા વધારે મુસાફરો હતા. મૃત્યુ પામેલા લોકોમાં સ્કૂલના બાળકો પણ સામેલ છે. 10થી વધારે યાત્રીઓએ નહેરમાં કુદીને જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે ગામના લોકોએ એક બાળકને બચાવી લીધુ છે.
3/3
બેંગલુરુ: કર્ણાટકના માંડ્યામાં શનિવારે એક બસ વિશ્વેશ્વરૈયા કેનાલમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 30 લોકોના મોત થયા છે. રેસ્ક્યૂ ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ર્દુઘટના માંડ્યાના પાંડવપુરા તાલુકામાં થઈ હતી.