હજુ સુધી અટલજીની વસીયત સામે આવી નથી, પરંતુ વર્ષ 2005માં સંશોધિત હિન્દુ ઉત્તરાધિકારી એક્ટ અનુસાર આ સંપત્તિ તેમની દત્તક દીકરી નમિતા અને જમાઈ રંજન ભટ્ટાચાર્યના મળી શકે છે.
2/5
અટલીજીના પરિવારમાં તેના માતા-પિતા ઉપરાંત ત્રણ મોટા ભાઈ અવધબિહારી, સદાબિહારી અને પ્રેમબિહારી વાજપેયી અને ત્રણ બહેન હતી. તેમણે શરૂઆતનું શિક્ષણ સરસ્વતી શિક્ષા મંદિર, બાડામાં થઈ. આ ઉપરાંત અટલજીના ગ્વાલિયરમાં ઘણા સંબંધીઓ છે. તેમાં ભત્રીજા કાંતિ મિશ્રા અને ભાણેજ કરુણા શુક્લા છે. તો ગ્વાલિયરમાં અટલજીના ભત્રીજા દીપક વાજપેયી અને ભાણેજ સાંસદ અનૂપ મિશ્રા છે.
3/5
નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું નિધન થયું છે. તેમણે એમ્સમાં ગુરુવારે સાંજે 5 કલાકને 5 મિનિટે અંતિમ શ્વાસ લીધા. 93 વર્ષના વાજપેયી ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને 2009થી વ્હીલચેર પર હતા. તેના પિતા પંડિત કૃષ્મબિહારી વાજપેયી ટીચર હતા અને માતા કૃષ્ણા હાઈસ વાઈફ હતા.
4/5
જોકે અટલ બિહારી વાજપેયી આજીવન અપરિણીત રહ્યા. પરંતુ 1998માં જ્યારે તે 7 રેડકોર્સ રોડમાં રહેવા પહોંચ્યા તો તેમની મિત્ર રાજકુમારી કૌલની દીકરી અને તેમની દત્તક પુત્રી નમિતા અને તેમના પતિ રંજન ભટ્ટાચાર્યનો પરિવાર પણ સાથે રહેવા આવ્યો. કાજકુમારી કૌલ વિશે કહેવાય છે કે જ્યારે અટલ પ્રધાનમંત્રી હતા ત્યારે કૌલ વાજપેયીના ઘરના સભ્ય હતા.
5/5
વર્ષ 2004માં લોકસભા ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી તરફથી જમા કરાયેલા સોગંદનામા અનુસાર અટલજીના નામે કુલ ચલ-અચલ સંપત્તિ 58,99,232 રૂપિયા છે. જેમાંથી કુલ ચલ સંપત્તિ 30,99,232.41 રૂપિયા હતી. તો પૂર્વ પ્રધાનમંત્રી હોવાના કારણે 20,000 રૂપિયા માસિક પેન્શન અને સચિવીય સહાયતા સાથે 6000 રૂપિયાનો કાર્યાલય ખર્ચ પણ મળતો હતો.