ગ્વાલિયરમાં વાજપેયીજીના પૈતૃક ઘરની કિંમત 6 લાખ રૂપિયા આસપાસ આંકવામાં આવી હતી. આમ તે સમયે તેમની કુલ મિલકત 58 લાખ રૂપિયાની આસપાસ રહી હતી. આ વિશે કોઈ ચોક્કસ માહિતી હાલ ઉપલબ્ધ નથી, પણ એક વેબસાઇટના દાવા પ્રમાણે નિધન સમયે તેમની પાસે રૂપિયા 14.05 કરોડની સંપત્તિ હતી.
2/6
વાજપેયીજીએ 2004માં દાખલ કરેલા સોગંદનામાં પ્રમાણે તે સમયે તેમની પાસે 58 લાખ રૂપિયાની આસપાસ સંપત્તિ હતી. અટલ બિહારી વાજપેયી 2004માં લખનૌ લોકસભા બેઠક પરથી છેલ્લી વાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની સંપત્તિ અંગેનું સોગંદનામું ચૂંટણી પંચને આપ્યુ હતું.
3/6
વાજપેયીજી 2004 પછી નિવૃત્ત થઈ ગયા હતા અને 2009થી તો વ્હીલ ચેરમાં જ હતા. આ સંજોગોમાં તેમની પાસે આવકનું કોઈ સાધન નહોતું. આ સંજોગોમાં તેમની સંપત્તિમાં વધારો થયો હોવાની શક્યતા નહિવત છે. તેમણે પોતાનો ફ્લેટ પણ દત્તક દીકરીને આપી દીધેલો તે જોતાં વાજપેયીજી કરોડપતિ પણ નહોતા.
4/6
નવી દિલ્લીઃ ભાજપના નેતાઓ અત્યારે કરોડોમાં આળોટી રહ્યા છે ત્યારે જાણીને આશ્ચર્ય થશે કે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી પાસે એક કરોડ રૂપિયાની પણ સંપત્તિ નહોતી. તેમની સંપત્તિ વિશે ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી પણ 2004ની એફિડેવિટ પ્રમાણે એ સમયે તેમની પાસે 58 લાખ રૂપિયાની સંપત્તિ હતી.
5/6
વાજપેયીજી પાસે એ વખતે 1,20,782 કિંમતના 24000 યુનિટ બોન્ડ્સ પણ હતા જે UTI MPI-1991 અને 1993ની નેશનલ સેવિંગ સ્કીમમાં જારી કરાયા હતા. વાજપેયી પાસે 22 લાખ રૂપિયાની કિંમતનો એક ફ્લેટ દિલ્હીના ઇસ્ટ ઓફ કૈલાસમાં હતો.
6/6
આ સોગંદનામા પ્રમાણે તેમની પાસે 58 લાખ રૂપિયા કિંમતની ચલ-અચલ સંપત્તિ હતી. આ સોગંદનામા પ્રમાણે સ્ટેટ બેન્કના બે એકાઉન્ટ્સમાં અનુક્રમે 20,000 અને 3,82, 886 રૂપિયા હતા. સ્ટેટ બેન્કના અન્ય એક એકાઉન્ટમાં તેમના નામે 25,75,562 રૂપિયા હતા.