શોધખોળ કરો
10મું ડ્રોપ આઉટ હતા કરૂણાનિધિ, કર્યા હતા ત્રણ લગ્ન, જાણો અજાણી વાતો
1/5

ચેન્નઈઃ દ્રવિડ યોદ્ધા કહેવાતા DMK પ્રમુખ અને તમિલનાડુના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી એમ કરૂણાનિધિએ મંગળવારે સાંજે 94 વર્ષની વયે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા થોડા દિવસોથી તેઓ બીમાર હતા. દક્ષિણની રાજનીતિના સૌથી મોટા નેતાઓ પૈકીના એક હતા. કરૂણાનિધિએ દ્રવિડ રાજનીતિના પ્રચાર-પ્રસાર માટે ફિલ્મ અને નાટકોનો પણ સહારો લીધો હતો.
2/5

કરુણાનિધિએ ત્રણ લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની પદ્માવતી, બીજી પત્ની દયાલુ અમ્માલ અને ત્રીજી પત્ની રજતિ અમ્માલ છે. તેમને ચાર પુત્ર અને બે પુત્રીઓ છે. એમકે મુથુ પદ્માવતીના પુત્ર છે. જ્યારે એમકે સ્ટાલિન, એમકે અલાગિરી, એમકે તમિલરાસુ અને પુત્રી સેલ્વી દયાલુ અમ્માલના સંતાનો છે. તેમની ત્રીજી પત્ની રજતિથી પુત્રી કનિમોઝી છે.
3/5

કરૂણાનિધિએ અનેક નાટક અને ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી હતી. આ ઉપરાંત તેમણે સાઉથ સિનેમામાં અનેક સફળ એક્ટર પણ હતા. તમિલ સિનેમાના દિગ્ગજ કલાકારોમાં સામેલ શિવાજી ગણેશન અને એસ એસ રાજેંદ્રનને કરૂણાનિધિએ લોન્ચ કર્યા હતા.
4/5

કરૂણાનિધિએ તમિલ ફિલ્મોમાં પટકથા લેખક તરીકે પણ ઘણી નામના મેળવી હતી. તેમણે નલ્લા થામ્બી (1949), વેલ્લઈકરી (1949), રાજકુમારી (1947) અને મંથિરી કુમારી (1950) જેવી ફિલ્મોની પટકથા લખી હતી.
5/5

કરૂણાનિધિ 10મું ડ્રોપ આઉટ હતા, પરંતુ તેમની કલમની ધારથી દક્ષિણની રાજનીતિનું સમીકરણ બદલી દીધું. રાજનીતિમાં સફળ કરિયરની સાથે તેઓ રાઈટિંગમાં પણ ઘણા સક્રિય હતા. જેમ જેમ તેની ફિલ્મો અને પ્લે સફળ થતાં ગયા તેમ સેન્સરશિપનો સામનો કરવો પડ્યો. 1950ના દાયકમાં તેમના બે નાટક પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
Published at : 07 Aug 2018 08:56 PM (IST)
View More
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
દેશ
દુનિયા
Advertisement
Advertisement





















