નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ ચેલેમેશ્વરે શુક્રવારે મુંબઈમાં કહ્યું, સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં સરકાર રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવી શકે છે. તેમણે કહ્યું કે, એક લો પાસ કરી કોર્ટનાં નિર્ણયમાં અવરોધ ઉભા કરવાનાં ઉદાહરણ પહેલાં પણ છે.
2/3
ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જસ્ટિસ ચેલમેશ્વર સહિત સુપ્રીમ કોર્ટના ચાર સીનિયર જજોએ પત્રકાર પરિષદ કરી જસ્ટિસ દીપક મિશ્રાના કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતા.
3/3
નિવૃત જસ્ટિસ ચેલમેશ્વરની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરવા માટે એક કાયદો બનાવવાની માંગ સંઘ પરિવારમાં વધી રહી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ભૈયાજી જોશીએ કહ્યું હતું કે રામ તમામના દિલમાં રહે છે પરંતુ તે મંદિર દ્વારા પ્રકટ થાય છે.