શોધખોળ કરો
અનામતની માંગ કરી રહેલા મરાઠા મોરચાએ મુંબઇમાં બંધ પાછું ખેંચ્યું, જાણો શું આપ્યું કારણ
1/9

મરાઠા મોરચાએ જરૂરી સેવાઓને પ્રભાવિત ના કરવાનો નિર્ણય લીધો છે. મુંબઇ સહિત બીજા કેટલાય વિસ્તારોમાં મરાઠા મોરચા દ્વારા બંધ જાહેર કરવામાં આવ્યુ હતું. જેને લઇને કેટલીક જગ્યાઓએ મરાઠા આંદોલને હિંસક રૂપ ધારણ કરી લીધુ અને આગચંપી અને તોડફોડ કરી હતી.
2/9

મુંબઇઃ અનામતની માંગને લઇને મરાઠા આંદોલને ફરી તેજી પકડી છે. મરાઠા મોરચાએ આજે મુંબઇમાં બંધનુ એલાન જાહેર કર્યુ હતું, જેને હવે પરત ખેંચી લેવામાં આવ્યું છે. બંદ દરમિયાન મરાઠા મોરચાએ મુંબઇ તરફ જનારા ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને જામ કરી દીધો હતો. જોકે 20 મિનીટ બાદ આંદોલન કારીઓ હાઇવે પરથી હટી ગયા હતા. બુધવારે સવારે નવી મુંબઇના ધનસોલીમાં 2 બસો પર પથ્થરમારો કર્યો હતો. મુંબઇ બંધમાં સ્કૂલ અને કૉલેજોને સામેલ નથી કરવામાં આવી, તેમછતાં કેટલીક જગ્યાએ રજાઓ આપી દેવામાં આવી હતી.
Published at : 25 Jul 2018 03:14 PM (IST)
Tags :
Maratha ReservationView More





















