શોધખોળ કરો
મમતાએ PM મોદી પર નિશાન સાધ્યું, કહ્યું- 'ભાજપ સરકારને હટાવવાનો સમય આવી ગયો'
1/8

વિપક્ષની મહારેલીમાં મમતા બેનર્જીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, હવે મોદી સરકારનો સમાપ્તિનો સમય આવી ગયો છે. મોદીજીને લાગે છે કે, બસ તેઓ જ ઈમાનદાર છે, બાકી બધા ખરાબ છે. મોદી સરકારે દરેક સંસ્થાઓને બરબાદ કરી દીધી છે. મોદીએ કોઈને ક્યાંયના નથી છોડ્યા. તેમણે લાલુ, અખિલેશ અને માયાવતીને નથી છોડ્યા તો અમે તેમને કેમ છોડીશું. મોદી સરકારે નવી નોકરીઓ આપવાની જગ્યાએ બેરોજગારી વધારી દીધી છે. ભાજપ રેલી કરીને બંગાળમાં રમખાણો ફેલાવવા માગે છે, પરંતુ અમે એવું નહીં થવા દઈએ. ભાજપને બંગાળમાં એક પણ બેઠક નહીં મળે.
2/8

Published at : 19 Jan 2019 05:23 PM (IST)
View More





















