પૂણે: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન આજે એકવાર ફરી હિંસક બન્યું હતું. આંદોલનકારીઓએ પૂણે-નાસિક હાઈવે પર ચાકન નજીક 16 બસોને આગ ચાંપી દીધી હતી અને 25 જેટલી ગાડીઓની તોડફોડ કરી છે. હિંસામાં પાંચ પોલીસકર્મીઓ પણ ઘાયલ થઈ ગયા છે. જ્યારે ત્રણ લોકો પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા છે. ઔરંગાબાદમાં એક શખ્સે આરક્ષણની માંગ કરતા ટ્રેનમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે.
2/7
ચાકન સાથે ઉસ્માનાબાદ, સોલાપુર, કોલ્હાપુર, નંદુરબાર અને ઔરંગાબાદમાં હિંસા થઈ હતી અને રસ્તાઓ જામ કરવાની ઘટનાઓ બની. ઔરંગાબાદમાં પ્રમોદ હોરે પાટિલે ફેસબુક પર એક પોસ્ટ કરીને ટ્રેન નીચે કૂદની આત્મહત્યા કરી લીધી હતી. તેણે રવિવારે આત્મહત્યા કરી હતી પરંતુ મૃતદેહ સોમવારે મળી આવ્યો હતો. જેના કારણે કેટલોક વિસ્તાર બંધ રહ્યો હતો.
3/7
જ્યારે કૉંગ્રેસે પણ આજે ધારાસભ્ય સાથે બેઠક કરી હતી. જેમાં વિપક્ષ નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલ, કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અશોક ચૌહાણ, કૉંગ્રેસ ધારાસભ્ય પૃથ્વીરાજ ચૌહાણ અને અન્ય વિધાયક પણ હાજર રહ્યા હતા. કૉંગ્રેસે રાજ્યપાલને પત્ર લખી અનામત મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. કૉંગ્રેસે પત્રમાં લખ્યું કે મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપવાની પ્રક્રિયા ઝડપી બનાવે. મરાઠા સમુદાયના લોકો સરકારી નોકરી અને શિક્ષણમાં 16 ટકા અનામની માંગ કરી રહ્યા છે.
4/7
તેની વચ્ચે શિવસેનાએ અનામત મુદ્દા પર ચર્ચા માટે વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. શિવેસના પ્રમુખ ઉદ્દવ ઠાકરેએ કહ્યું, ‘અમે મરાઠા આરક્ષણના મુદ્દા પર વિશેષ સત્રની માંગ કરીએ છે. અમારા ધારાસભ્ય અને નેતા આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે.’
5/7
6/7
અનામત આંદોલનની આગેવાની કરી રહેલા મરાઠા ક્રાંતિ મોર્ચાએ આવતીકાલથી ‘જેલ ભરો આંદોલન’નું એલાન કર્યું છે. તેઓની માંગ છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અનામતને લઈને લેખીતમાં ખાતરી આપે.
7/7
પૂણે: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન આજે એકવાર ફરી હિંસક બન્યું હતું. આંદોલનકારીઓએ પૂણે-નાસિક હાઈવે પર ચાકન નજીક મહારાષ્ટ્ર અને કર્ણાટક પરિવહનની 10 ગાડીઓમાં તોડફોડ કરી અને આગ ચાંપી દીધી હતી. તે દરમિયાન ભીડને નિયંત્રણ કરવા માટે પોલીસે બળ પ્રયોગ પણ કરવું પડ્યું અને ટીયર ગેસના ગોળા છોડ્યા હતા.