સીબીઆઈએ 14મી મેના રોજ મુંબઈની સીબીઆઈ કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 13 હજાર 400 કરોડ રૂપિયાના ગોટાળામાં મુખ્ય આરોપી નીરવ મોદી સિવાય 24 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
2/3
ઉલ્લેખનીય છે કે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે તે બ્રિટનમાં રાજકીય આશ્રય લેવાની કોશિશમાં લાગેલો છે. નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ દ્વારા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકને 13 હજાર ચારસો કરોડથી વધુની રકમનો ચુનો લગાવ્યો છે. આ ગોટાળામાં નીરવ મોદી સિવાય મેહુલ ચોક્સીની પણ મહત્વની ભૂમિકા છે.
3/3
નવી દિલ્હી: બેંકોનું કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ભાગેડુ નિરવ મોદી લંડનમાં રહી રહ્યો છે. સીબીઆઈએ નિરવ મોદીના પ્રત્યાપર્ણ માટે અરજી કરી છે. બ્રિટનના અધિકારીઓએ તેની પુષ્ટી કરી છે. 9 હજાર કરોડ લઈને ભાગી જનાર માલ્યા પણ હાલ લંડનમાં છે. ભારત સરકાર તેને પાછા લાવવા માટે કોશિશ કરી રહી છે.