તાજેતરના ભાવ વધારાના પગલે હવે દિલ્હીમાં તેની કિંમત પ્રતિ લિટર વધીને રૂ. ૧૭.૧૭ થઈ ગઈ છે. સબસિડી વગરનાં ગેસ સિલિન્ડરના ભાવમાં દિલ્હીમાં તેની કિંમતમાં રૂ. ૩૭.૫૦ના વધારા સાથે સિલિન્ડરની કિંમત રૂ. ૫૨૯.૫૦ થઈ છે. વર્ષમાં ૧૨ સિલિન્ડરનો કોટા ખતમ થયા બાદ ગ્રાહકોએ સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર ખરીદવો પડે છે
2/4
ગત ૧લી ઓક્ટોબરથી તેમાં લગભગ રૂ. ૨નો વધારો કરાયો છે. સરકાર ડીઝલની જેમ એલપીજી પર પણ ધીમે ધીમે સબસિડી સમાપ્ત કરવા માગે છે. આ હેતુથી કેરોસીનનો ભાવ પણ દર પખવાડિયે ૨૫ પૈસા વધારવામાં આવે છે.
3/4
આ વધારેલા દરો 1 નવેમ્બર, મંગળવારથી અમલમાં આવી ગયા છે, એવું ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે (આઈઓસીએલ) દ્વારા જણાવવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ઓઈલ કંપનીઓ દ્વારા સબસિડી વાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં પાંચ મહિનામાં છ વખત વધારો કરવામાં આવ્યો છે અને આ દરમિયાન દર વખતે પ્રતિ સિલિન્ડર ૧.૯૩થી રૂ. ૨.૦૩ વખતે ભાવ વધારો થયો છે.
4/4
અમદાવાદ: નવા વર્ષથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરનાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂ. ૩૭.૫૦નો વધારો ઝીંકી દીધો છે. એ જ રીતે સબસિડીવાળાં એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ બે રૂપિયાનો વધારો કર્યો છે.