ઉલ્લેખનીય છે કે મોદી સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કર્યા બાદ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અંદાજે 10 રાજ્યોએ પેટ્રોલ પર વેટમાં ઘટાડો કર્યો હતો. જેના કારણે આશરે પાંચ રૂપિયા પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું હતુ. પરંતુ હવે ફરી એક વખત ભાવ વધારો શરૂ થઈ ગયો છે.
2/3
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલમાં સતત વધી રહેલા ભાવમાં કાલે મળેલી થોડી રાહત બાદ આજે ફરી એક વાર ઓઈલ કંપનીઓએ ભાવમાં વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પર 18 પૈસા અને ડીઝલ પર 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ એક લીટર પેટ્રોલની કિંમત 81 રૂપિયા અને 68 પૈસા અને ડીઝલની કિંમત 73 રૂપિયા 79 પૈસા થઈ છે. મોદી સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત કરતા 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
3/3
મુંબઈમાં આજે એક લીટર પેટ્રોલ 87 રૂપિયા 15 પૈસા અને ડીઝલ 76 રૂપિયા 75 પૈસા પ્રતિ લીટર મળી રહ્યું છે. કાલે મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 86 રૂપિયા 97 પૈસા હતી. જ્યારે ગુરૂવારે ભાવ કિંમતોમાં ગટાડો થયા પહેલા 91 રૂપિયા 34 પૈસા હતું.