શોધખોળ કરો
મનમોહન સિંહનું રિમોટ મેડમ સોનિયા પાસે હતું, મોદીનું સવા સો કરોડ જનતા પાસેઃ PMનું બંગારપેટમાં ચૂંટણી સભાને સંબોધન
1/4

મોદીએ સભામાં કહ્યું કે, મને નામદારોના વિકાસમાં રસ છે, કામદારોના વિકાસ કરવામાં નહીં. દિલ્હીમાં 10 વર્ષ સુધી મનમોહન સિંહજી વડાપ્રધાન હતા પરંતુ રિમોટ કન્ટ્રોલ 10 જનપથમાં મેડમ પાસે હતું. ચાર વર્ષથી દિલ્હીમાં તમે મોદીની સરકાર બનાવી છે, પંરતુ રિમોટ કન્ટ્રોલ સવા સો કરોડ ભારતીયો છે. તમે જ મારા હાઈ કમાન છો. તમે જે કહેશો તે હું કરીશ. હાઇ કમાન કહશે મોદી બેસી જાવ, તો હું બસી જઈશ, ઉભા થવાનું કહેશે તો ઉભો થઈ જઈશ. કારણકે લોકતંત્રમાં હાઇકમાન જનતા જનાર્દન હોય છે.
2/4

મોદીએ કહ્યું કે, કોંગ્રેસ છ બીમારીથી પીડાય છે. તેં જ્યાં જાય ત્યાં ફેલાવી દે છે. લોકતંત્રની ભાવનાને, બંધારણની મૂળ ભાવનાને કોંગ્રેસની આ ચીજો નીચોવી રહી છે. કલ્ચર(સંસ્કૃતિ), કોમ્યુનિલિઝ્મ (સાંપ્રદાયિકતા), કાસ્ટિજમ (જાતિવાદ), ક્રાઇમ (ગુનાખોરી), કરપ્શન (ભ્રષ્ટાચાર), કોન્ટ્રાક્ટ (કરાર) આ છ ચીજો કર્ણાટકના ભવિષ્યને બરબાદ કરી રહી છે.
3/4

તેમણે કહ્યું, આજે સમગ્ર દેશ કોંગ્રેસનો, કોંગ્રેસ કલ્ચરનો, તેના કારનામાનો, તેમના નેતાઓને, તેમની દાનતને ઓળખી ગયો છે. જેમ જેમ લોકોને કોંગ્રેસના કારનામાની ખબર પડે છે તેમ લોકો કોંગ્રેસને વિદાય કરી રહ્યા છે. બેન્ડવાજા સાથે તમામ જગ્યાએથી કોંગ્રેસની વિદાય થઈ રહી છે. ગોવા, મધ્યપ્રદેશ, હિમાચલ, ઉત્તર પ્રદેશ, અસમ તમામ રાજ્યોમાં કોંગ્રેસનો પરાજય થયો છે.
4/4

બંગારપેટઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત કરવાના ઈરાદાથી પ્રચારમાં ઉતરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પ્રથમ સભા બાંગરપેટમાં કરી હતી. જ્યાં તેણે કહ્યું કે ચૂંટણી કોણ ધારાસભ્ય બને-કોણ ન બને, કઈ પાર્ટી જીતે-હારે, કોની સરકાર બને, કોની નહીં જેવા હેતુ માટે નથી. આ ચૂંટણી 5 વર્ષ બાદ કર્ણાટકનું ભવિષ્ય કેવું હશે, નવયુવાનોનું ભાવિ કેવું હશે તેનો ફેંસલો કરવાની ચૂંટણી છે.
Published at : 09 May 2018 12:21 PM (IST)
View More





















