સુષમા અને વાંગની મુલાકાત પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી)ના ટોચના અધિકારી યાંગ જિશી વચ્ચે શાંઘાઈમાં મુલાકાત થઈ હતી.
2/5
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચાલુ મહિનાના અંતે ચીનમાં મુલાકાત કરશે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે મુલાકાત બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ બેઇજિંગમાં કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શિખર સંમેલન માટે 27-28 એપ્રિલે ચીનના પ્રવાસે આવશે.
3/5
વાંગે કહ્યું એસસીઓમાં ભારતની સભ્યાને સંગઠનની સંભાવનાઓ તથા તેના પ્રભાવને વ્યાપક કર્યો છે. સુષમાએ બંને દેશો વચ્ચેના સંબંધોને લઇ તેમની સાથે ચર્ચા કરી હતી.
4/5
દ્વિપક્ષીય મુલાકાત પહેલા વાંગે બેઇજિંગ સ્થિત સ્ટેટ ગેસ્ટ હાઉસમાં સુષમા સ્વરાજને આવકાર્યા હતા. વાંગને ગત મહિને સ્ટેટ કાઉન્સિલર બનાવાયા છે. આ ઉપરાંત તેઓ વિદેશ મંત્રીના પદે પણ કાર્યરત છે
5/5
સુષમા સ્વરાજ અને વાંગ યીએ દ્વિપક્ષીય સંબંધો અને બંને દેશો વચ્ચે સુમેળભર્યા સંબંધ રહે તે માટે ચર્ચા કરી. શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં હિસ્સો લેવા સુષ્મા સ્વરાજ ચાર દિવસના પ્રવાસે છે.