ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ પીએમ એચડી દેવેગોડા, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેટલીય હસ્તિયો હાજર રહી હતી.
2/7
વડાપ્રધાને કહ્યું કે, 2014માં લોકોએ માત્ર નવી સરકાર જ નથી બનાવી પણ તેમને દેશને બનાવવા માટે કામ કર્યું છે. આજે દેશમાં 125 કરોડ હિન્દુસ્તાની નવો દેશ બનાવવા માટે જોડાયા છે. પીએમ બોલ્યા કે આપણે એ જોવાનું છે કે આપણે ક્યાંથી નીકળ્યા હતા અને ક્યાં પહોંચ્યા હતા એ આપણને જોવાનું છે. જો તમે 2013ને આનો આધાર માનશો અને 2014 બાદ દેશનો વિકાસ જોશો તો તમે ચોંકી જશો.
3/7
પીએમ મોદીએ કહ્યું કે, આગામી વર્ષે જલિયાવાલા બાગ કાંડના સો વર્ષ પુરા થઇ રહ્યાં છે. આવામાં આપણે તે દરેક શહીદોને યાદ કરીએ છીએ. તેમને દક્ષિણના કવિ સુબ્રમણ્યમ ભારતીની કેટલીક પંક્તિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારત દુનિયાને નવો રસ્તો બતાવશે. PM એ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે દુનિયામાં ભારતની સાખ અને ધાક રહે.
4/7
પીએમે આ દરમિયાન બધા જવાનોને સલામ કરી અને દેશની સેવા માટે તેમનો ધન્યવાદ કર્યો, વડાપ્રધાને કહ્યું કે આજે દેશમાં કેટલીક જગ્યાએ સારો વરસાદ થઇ રહ્યો છે, પણ કેટલીક જગ્યાએ પુરથી હાલત બગડી પણ છે. ત્યાં સરકાર સહાયતા કરી રહી છે.
5/7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશ આજે નવી ઉંચાઇઓ પાર કરી રહ્યો છે. આજેનો સૂર્યોદય નવા ઉત્સાહને લઇને આવ્યો છે. આપણા દેશમાં 12 વર્ષમાં એકવાર નીલકરિંજનું પુષ્ત ઉગે છે, આ વર્ષે પુષ્પ તિરંગાના અશોક ચક્રની જેમ ખીલ્યું છે.
6/7
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ લાલ પાઘડી, સફેદ કુર્તા પાયજામાં અને સફેદ સાફો પહેરેલા દેખાયા હતા. પીએમ મોદીએ 2019 ની લોકસભા ચૂંટણી પહેલા લાલ કિલ્લાની પ્રાચીર પરથી છેલ્લુ ભાષણ આપ્યું.
7/7
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસના પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 7.30 વાગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવ્યો, આ પહેલા પીએમ મોદીએ રાજઘાટ પહોંચ્યા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.