ઉત્તર પૂર્વના રાજ્ય મિઝોરમની વાત કરીએ તો અહીંનું રિઝલ્ટ પણ બીજેપી માટે આઘાતજનક રહ્યું, અહીં પાર્ટીને માત્ર એક જ બેઠક મળી શકી છે. સામાન્ય રીતે વડાપ્રધાન મોદી દર અઠવાડિયે બીજેપી સાંસદોને સંબોધિત કરે છે પણ હવે ચૂંટણી પરિણામોને ધ્યાનમાં રાખી આ બેઠક કરવાના છે.
3/5
માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી પોતાના ભાષણમાં ચૂંટણીમાં મળેલી હારનો ઉલ્લેખ કરી નવી રણનીતિ પણ ઘડી શકે છે. વળી પાર્ટી 2019 માટે આગળનો રસ્તો પણ કાઢી શકે છે. વડાપ્રધાનની બેઠક બાદ અમિત શાહ સંગઠન સ્તરે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકે છે. તેઓ રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ એકમોના અધ્યક્ષો સાથે બેઠક કરશે.
4/5
બીજેપીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા મોટા અને સત્તાધારી પક્ષ તરીકે પ્રજાએ ઉખાડીને ફેંકી દીધો છે, તેલંગાનામાં પણ માત્ર એક બેઠક મળી છે. એટલું જ નહીં બીજેપીને તેલંગાનમાં 2013માં પાંચ બેઠકો હતો તે પણ નથી બચાવી શકી.
5/5
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા ગુમાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજેપી સાંસદોને સંબોધિત કરશે. આ બાદ પાર્ટી પ્રમુખ સંગઠનોની બેઠક થશે, વળી બીજીબાજુ બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ એકમોના અધ્યક્ષો સાથે મળીને હાર પર મંથન કરશે.