2019 લોકસભા ચૂંટણીને લઈને પ્રશાંત કિશોરને જેડીયૂમાં ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીના દાવાઓ મુજબ, આગામી લોકસભા ચૂંટણી ભાજપ અને જેડીયૂ સાથે મળીને લડશે.
2/3
ઉપાધ્યક્ષ બન્યા બાદ પ્રશાંત કિશોરે નીતીશ કુમારના વખાણ કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું, 'જેડીયૂ અને પાર્ટીના નેતૃત્વનો આ જવાબદારી અને સમ્માન માટે આભાર. નીતીશજીની ન્યાય સાથેની વિકાસની વિચારધારા અને બિહાર પ્રત્યે હું પ્રતિબદ્ધ છું.'
3/3
પટના: 2014 લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને દિલ્હીની ગાદી સુધી પહોંચાડવામાં જેણે મુખ્ય ભૂમિકા ભજવનાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જેડીયૂમાં મહત્વનું સ્થાન આપ્યું છે. ગત મહિને જેડીયૂમાં સામેલ થનારા પ્રશાંત કિશોરે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. પાર્ટીમાં પ્રશાંત કિશોરનું નીતીશ કુમાર બાદ બીજા નંબરનું સ્થાન હશે.