શોધખોળ કરો
પુરીમાં રથયાત્રાનો રંગારંગ માહોલ, લાખોની સંખ્યામાં જોડાયા શ્રદ્ધાળુ, જુઓ VIDEO

ઓરિસ્સાના પુરીમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે. પુરીની રથયાત્રા ભારતમાં જ નહીં વિશ્વભરમાં પ્રખ્યાત છે. રથયાત્રા દેશના સૌથી વધારે મહત્વ ધરાવતાં તહેવારમાંથી એક છે. આજની રથયાત્રામાં દેશ-વિદેશમાંથી માનવ મહેરામણ ઉમટ્યું છે. પુરીમાં આજે લાખોની સંખ્યામાં ભક્તો એકત્ર થયા છે. રથયાત્રાનો પર્વ અન્ય તહેવારોની સરખામણીમાં અનન્ય મહત્વ ધરાવે છે. કારણ કે આ એક જ દિવસ એવો છે કે જ્યારે સ્વયં જગતના નાથ સામે ચાલીને પોતાના ભક્તોને ઉમળકાભેર મળવા નીકળી છે. રથયાત્રા પહેલાં બ્રહ્મમુહુર્તમાં મંદિરમાં મંગળા આરતી પછી ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવે છે.
વધુ વાંચો




















