સરકારની દલીલ છે કે કેટલાક લોકો દારૂ પીધા બાદ બીચ પર જ ખાલી બોટલો રેતીમાં નાંખી દે છે. ખુલ્લા પગે ફરનારા કેટલાક ટુરિસ્ટ બોટલનો કાચ લાગવાથી ઘાયલ થાય છે. દારુના નશામાં નહાવા માટે દરિયામાં પડવાથી ડુબવાની સંભાવના પણ વધી જાય છે. બીચ પર ઝુપડામાં રહેનારાઓને પણ નવા કાયદાનુ યોગ્ય રીતે પાલન થાય તે માટે જવાબદારી આપવામાં આવશે. તેમને કહેવામાં આવશે કે ગ્રાહકોને બીચ પર લઈ જવા માટે દારૂની બોટલો ના વેચવામાં આવે.
2/3
આ પ્રસ્તાવને આગામી સપ્તાહે મળનારી કેબિનેટની બેઠકમાં મુકાશે. આ પ્રસ્તાવમાં જો કોઈ વ્યક્તિ નિયમ તોડ્યા બાદ દંડ ભરવા તૈયાર ના હોય તો તેને ત્રણ મહિનાની જેલની સજા કરવાની પણ જોગવાઈ છે. રાજ્યના પર્યટન મંત્રીએ કહ્યું, વિધાનસભાના આગામી સત્રમાં આ પ્રસ્તાવ મંજૂરી માટે મુકવામાં આવશે.
3/3
પણજી: દેશના સૌથી જાણીતા ટૂરિસ્ટ પ્લેસ ગોવામાં હવે બીચ પર દારૂ પીવો તમને મોંધો પડી શકે છે. ગોવા સરકારે આ પ્રકારના કૃત્યને અપરાધિક કૃત્યોની કેટેગરીમાં સામેલ કર્યા છે. જેના કારણે હવેથી જો ગોવાના બીચ પર દારૂ પીધો તો તેને 2 હજાર રૂપિયા અને ગ્રુપમાં દારૂ પીધેલા ઝડપાયા તો 10 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.