શોધખોળ કરો
સરકારી ઓફિસો, પેટ્રોલ પંપ સિવાય અહીં પણ ચાલશે 500 અને 1000ની જૂની નોટ
1/2

શક્તિકાંત દાસે જણાવ્યું કે, સરકારે જુની નોટોની વેલિડિટી વધુ 10 દિવસ લંબાવી છે. હવે હોસ્પિટલો, મેટ્રો સ્ટેશનો, સ્મશાન ઘાટ, દવાની દુકાનો, પેટ્રોલ પંપોમાં 24 નવેમ્બર સુધી 500 અને 1000 રૂપિયાની જુની નોટોનો સ્વીકાર કરવામાં આવશે.એર ટિકિટ, રેલ ટિકિટમાં પણ હવે જૂની નોટ ચલાવવામાં આવશે. તે ઉપરાંત પોસ્ટ ઓફિસમાં પણ કેશનો સપ્લાય વધારવામાં આવશે અને એટીએમની સંખ્યા પણ વધારવામાં આવશે.
2/2

નવી દિલ્લીઃ 500 અને 1000ની નોટ બંધ કર્યા બાદ સામાન્ય જનતા નોટ એક્સચેન્જ અને ઉપાડવા માટે બેન્કો અને એટીએમ પાસે લાઈનોમાં ઉભી છે. ઈકોનોમી અફેર્સના સેકેર્ટરી શક્તિકાંત દાસ લોકોને રાહત આપતા જણાવ્યુ હતું કે, જનતાએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી.
Published at : 14 Nov 2016 02:18 PM (IST)
View More




















