લોકસભાની 2014ની ચૂંટણીમાં સચિન પાયલોટ દૌસા બેઠક પરથી હારી ગયા હતા. એ વખતે સચિન પાયલોટે સોગંદ ખાધા હતા કે જ્યાં લગી ચૂંટણીમાં ફરી નહીં જીતું અને રાજસ્થાનમાં કોંગ્રેસને સત્તા નહીં અપાવું ત્યાં લગી સાફો નહીં પહેરું. કોંગ્રેસ જીતતાં સચિન પાયલોટની આ કસમ પૂરી થઈ અને તેમણે સાફો પહેરીને શપથવિધી કરી.
2/4
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને ભારે રસાકસી જામી હતી. ગહેલોત અને સચિન પાયલટ બંને વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ભારે ખેંચતાણ સર્જાઈ હતી. આ મામલે નિર્ણય કરવા દિવસો સુધી બેઠકોનો ધમધામટ રહ્યો હતો.
3/4
આખરે ભારે ચર્ચા વિચારણા બાદ 14 ડિસેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અશોક ગહેલોતને મુખ્યમંત્રી અને સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી હતી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે આ સમારોહમાં હાજર રહ્યાં હતાં. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલ પણ હાજર હતાં.
4/4
જયપુરઃ રાજસ્થાનમાં સોમવારે મુખ્યમંત્રીપદે અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રીપદે સચિન પાયલોટની શપથવિધી થઈ. આ શપથવિધીમાં પાયલોટ રાજસ્થાની સ્ટાઈલનો સાફો પહેરીને આવ્યા હતા. પાયલોટના સમર્થકોએ તેમને સાફો પહેરીને જોયા પછી હર્ષનાદથી વધાવી લીધા હતા કેમ કે સચિને સાડા ચાર વર્ષ પછી સાફો પહેર્યો હતો.