તે પછી આશ્રમનાં લોકોએ જ અમિત યાદવે આત્મહત્યા કરી હોવાની જાણ બોરાનાડા પોલીસને કરી હતી. આસારામના ભોપાલ ખાતેના આશ્રમમાં પણ સેવાદારે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. ઝાંબુઆનો વતની ધીરજ જુલાઈ 2017માં આશ્રમમાં સેવાદાર તરીકે જોડાયો હતો.
2/5
બીજી તરફ મૃત અમિતના પિતા વિજયસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, ઘણા સમયથી પુત્રને ઘરે લઈ જવા પ્રયાસ કરતો હતો પરંતુ આશ્રમવાળાએ કદી મારા પુત્રને લઈ જવા દીધો નહતો. આશ્રમવાળા હવે મને મારા પુત્રનો મૃતદેહ સોંપી રહ્યા છે.
3/5
પોલીસની આરંભિક તપાસમાં જાણકારી મળી છે કે અમિત આશ્રમના એક ખૂણામાં આવેલા ખંડમાં રહેતો હતો. ગુરુવારે તેણે પંખે લટકીને આત્મહત્યા કરી હતી. અમિતને શોધી રહેલાં લોકોએ દરવાજો ખોલ્યો તો તેનો દેહ પંખા પર લટકી રહ્યો હતો.
4/5
જોધપુર: સગીર સાથે સેક્સસંબંધ સહિતના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા આસારામ હાલમાં જેલમાં બંધ છે, ત્યાં જોધપુર આશ્રમમાં આત્મહત્યાનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના જોધપુરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આશ્રમમાં રહેતા એક સેવાદારે ગુરુવારે રાતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
5/5
સેવાદારની ઓળખ અમિત યાદવ તરીકે થઈ છે. સેવાદાર હરિયાણાના રેવડીનો વતની હતો. તે હરિયાણાના જ પાલ ગામે આસારામ આશ્રમમાં લાંબા સમયથી રહેતો હતો. પોલીસે જણાવ્યું કે શુક્રવારે અમિત યાદવની સ્યૂસાઇડ નોટ મળી આવી છે. સેવાદારે તે નોંધમાં કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.