મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 12 અને 11 પૈસાનો વધારો થયા બાદ પેટ્રોલ 87.89 અને ડીઝલ 77.09 રૂપિયા પ્રતિલીટર મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા અને ડીઝલના ભાવમાં 4 રૂપિયાનો વધારો થયો છે.
2/3
મુંબઈ: પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. કિંમતો વધતા આશરે 90 રૂપિયા પ્રતિલીટરની આસપાસ પેટ્રોલ-ડીઝલના ભાવ પહોંચી ગયો છે. વિપક્ષી પાર્ટીઓએ દેશભરમાં હડતાળ અને પ્રદર્શનોની જાહેરાત કરી છે. મુંબઈમાં શિવસેનાના હેડક્વાર્ટર શિવસેના ભવનની સામે તેના વિરોધમાં પોસ્ટર લગાવાયા છે, જેમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના 2015 અને 2018ની કિંમતો બતાવવામાં આવી છે અને સાથે લખ્યું છે કે 'શું આ છે અચ્છે દિન!'
3/3
કૉંગ્રેસે રાફેલ ડીલ અને પેટ્રોલ-ડીઝલમા સતત વધી રહેલા ભાવ વધારા મુદ્દે ભાજપ પર નિશાન સાધતા બહુત જુઠ્ઠી પાર્ટી ગણાવી હતી. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થયા રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 80.50 રૂપિયા પ્રતિલીટર અને ડીઝલ 72.61 રૂપિયા પ્રતિલીટર મળી રહ્યું છે.