એક ખાનગી ચેનલ પરથી પ્રસારિત થતાં રિયાલિટી શો મહાસંગ્રામની રનર્સ અપ રહેલી શિવાની પ્રોફેશનલ સિંગર બની ચુકી હતી. તેના ગીતો અને સુરિલો કંઠ લોકોને ઘણો પસંદ પડ્યો હતો. તેના દ્વારા ગાવામાં આવેલા ગીત અને આલ્બમ ઘણા જાણીતા છે.
2/4
સારવાર દરમિયાન શિવાની ભાટિયાનું મોત થયું હતું, જ્યારે તેના પતિ નિખિલ ભાટિયાની ગંભીર હાલતને જોતાં દિલ્હી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પહોંચેલા પરિવારજનો શિવાનીના મૃતદેહને દિલ્હી લઈ ગયા હતા.
3/4
અકસ્માત મથુરાના સુરીર કોતવાલી વિસ્તારમાં થયો હતો. સુરીરની નજીક તેમની કારને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માતની માહિતી મળતા જ એક્સપ્રેસ વેના કર્મચારી અને પોલીસકર્મીએ પહોંચીને શિવાની અને નિખિલને કારમાંથી બહાર કાઢ્યા બાદ તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.
4/4
લખનઉઃ યમુના એક્સપ્રેસ વે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં સિંગર શિવાની ભાટિયાનું મોત થયું છે. શિવાની તેના પતિ નિખિલ સાથે નોઇડાથી આગ્રા એક કાર્યક્રમ માટે જતી હતી. દુર્ઘટનમામાં તેનો પતિ પણ ઘાયલ થયો છે. તેની હાલત ગંભીર છે.