સુત્રોએ જણાવ્યું કે પીએમ મોદીના કાફલાના ડ્રાઈવરોને પણ બ્રીફ કરવામાં આવ્યા છે અને તેમને સર્તક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે પીએમ મોદીના કાફલામાં BMW 7 સીરીઝની બે સેડાન ગાડીઓ, 6 BMW X5 એસયૂવી અને એક Mercedes Benz ambulance રહે છે. આ સાથે જ કાફલામાં સુરક્ષાદળની ગાડીઓ અને જામર લાગેલી ગાડીઓ હોય છે. પીએમના કાફલામાં બે ડમી ગાડીઓ પણ રાખવામાં આવે છે, જેના કારણે પીએમ કઈ ગાડીમાં છે તેનો અંદાજ ન લગાવી શકાય. પીએમના કાફલાની આગળ અને પાછળ દિલ્લી પોલીસની ગાડીઓ પણ હોય છે.
2/4
કેબિનેટ સચિવાલયના સુત્રોએ જણાવ્યું કે પીએમ મોદી સામે કાવતરાનો પર્દાફાશ થયા બાદ SPGએ પોતાના જવાનોને સર્તક કરી દિધા છે. બીજી તરફ CPG (ક્લોજ્ડ પ્રોટેક્શન ગ્રુપ)ને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
3/4
CPGના જવાન હંમેશા પીએમ મોદીની આસપાસ રહેતા હોય છે અને તે અંદરની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. આ જવાનો કોઈ આતંકીને થોડી સેકંડોમાં ઠાર કરવાની ક્ષમતા રાખે છે. બીજી તરફ એસપીજીની ક્વિક રિસ્પોન્સ ટીમને પર એલર્ટ કરી દેવામાં આવી છે.
4/4
નવી દિલ્લી: પુણે પોલીસ દ્વારા રાજીવ ગાંધી હત્યાકાંડની જેમ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની હત્યાનું કાવતરૂ હોવાનો ખુલાસો કર્યા બાદ સુરક્ષા એજન્સીઓએ પીએમની સુરક્ષાને લઈને સર્તક થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળતી એસપીજી ગ્રુપે પીએમ મોદીને રોડ શો ન કરવાની સલાહ આપી છે.