વિદ્યાર્થીસંધની ચૂંટણીમાં ભાજપ અને રાજ્યમાં તેના સહયોગી વચ્ચે તણાવની સ્થિતિ બનેલી છે. જેમાં પ્રશાંત કિશોર ભાજપના નિશાના પર આવી ગયા છે. ભાજપે તેની નામ તો નથી લીધુ પરંતુ એક નોટ જાહેર કરી કહ્યું, પોલીસ, પ્રશાસન અને કેટ્લાક ઈવેન્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ ચૂંટણી પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે. જેને ઈશારો જેડીયૂ નેતા તરફ જોવામાં આવી રહ્યો છે.
2/3
પટના: જનતા દળ યૂનાઈટેડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સોમવારે પટના યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીસંઘની ચૂંટણી દરમિયાન પ્રશાંત કિશોર કુલપતિની ઓફિસમાંથી બહાર નિકળી રહ્યા હતા ત્યારે તેમની ગાડીને એબીવીપીના કાર્યકર્તાઓએ નિશાન બનાવી હતી. એબીવીપીએ આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થીસંધની ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે.
3/3
આ ઘટના બાદ પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને કહ્યું, મારા ઘાયલ થયાની ચર્ચા ખોટી છે. હું સુરક્ષિત છું. ચિંતા કરવા માટે ધન્યવાદ. પટના યૂનિવર્સિટીના વિદ્યાર્થીસંઘ ચૂંટણીમાં સંભવિત હાર મારી ગાડી પર પથ્થરમારો કરવાથી ઓછી નહી થાય.