શોધખોળ કરો
WhatsApp મેસેજઃ 5 મહિનાથી જેલમાં બંધ છે એડમિન
1/4

રાજગઢના એસપી સિમાલા પ્રસાદ અને આ કેસની તપાસ કરી રહેલ યુવરાજ સિંહ ચૌહાણે કહ્યું, જુનૈદના પરિવાજનોએ પહેલા એ જણાવ્યું ન હતું કે તે ડિફોલ્ટ એડમિન હતો. હવે કોર્ટમાં કેસ ગયા પછી તેઓ આ વાત જણાવી રહ્યા છે. જુનૈદના પરિવારજનોની પાસે આ દાવાના પુરાવા હોય તો રજુ કરે. અમે હાલ તપાસ કરી રહ્યા છીએ અને ઇરફાનની પણ ધરપકડ કરવામાં આવી છે.
2/4

પોલીસ અનુસાર કાર્રવાઈ સમયે જુનૈદ જ વોટ્સએપ ગ્રુપનો એડમિન હતો. જ્યારે જુનૈદના પરિવાજનો જણાવ્યું કે, વાસ્તવિક એડમિને ગ્રુપ છોડી દીધા બાદ જુનૈદ ડિફોલ્ટ એડમિન બની ગયો. જુનૈદના ભાઈ ફારૂખે જણાવ્યું, આપત્તિજનક પોસ્ટ શેર કરતા સમયે એડમિન જુનૈદ ન હતો. દેશદ્રોહનો કેસ હોવાને કારણે કોર્ટે પણ જામીન આપવાની ના પાડી દીધી અને આ કારણે તે પરીક્ષા પણ ન આપી શક્યો. અમે સીનિયર પોલીસ અધિકારીઓની સાથે સીએમ હેલ્પલાઈન પર પણ ફરિયાદ નોંધાવી છે, પરંતુ અમારું કોઈએ સાંભળ્યું નહીં.
Published at : 23 Jul 2018 10:03 AM (IST)
View More





















