શોધખોળ કરો

Health Tips: ખાલી પેટ આ ડિટોક્સ ડ્રિન્ક પીવાથી બ્લડ સુગર સહિત વજન પણ રહેશે નિયંત્રિત

આ ડિટોક્સ ડ્રિન્ક બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે જેના કારણ હાર્ટ અટેકનો ખતરો પણ ટળે છે. તેના નિયમિત સેવનથી બ્લડ સુગર પણ નિયંત્રિત રહે છે.

Health Tips: અનિયમિત જીવનશૈલી અને આહારશૈલીના કારણે મેદસ્વિતા હવે સામાન્ય રીતે મોટા ભાગના લોકોમાં જોવા મળતી સમસ્યા છે. મેદસ્વીતાથી મુક્તિ મેળવવા માટે જિમ, વોકિંગ અને ડાયટિંગ સહિતના અનેક ઉપાય લોકો કરે છે. જો કે ઘણી વખત લાખ કોશિશ થતાં મેદસ્વીતાથી છૂટકારો નથી મળતો, મેદસ્વીતાથી પીડિત લોકો માટે આ ઘરેલુ નુસખો ખૂબ જ કારગર છે.

મેદસ્વીતાથી પીડિત લોકો માટે જીરાનું પાણી એક ઉત્તમ અને સરળ સસ્તો ઘરેલુ ઉપાય છે. એક અધ્યયનમાં જોવા મળ્યું કે, 78 મેદસ્વી લોકોને 2 મહિના માટે દિવસમાં ત્રણ વખત જીરાનું પાણી આપવામાં આવ્યું, આ અધ્યયનના તારણમાં જોવા મળ્યું કે,  78 લોકોના પેટના આકારને ફ્લેટ કરવામાં અને ઇન્સુલિન  સંવેદનશીલતામાં સુધાર કરવામાં આ ઉપાય ખૂબ જ કારગર છે.

આયુર્વૈદ મુજબ જીરામાં ડાયાબિટિસ મારક ગુણ જોવા મળે છે. જીરા પાણી શુગર લેવલને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. ડાયાબિટીશના દર્દીમાં જીરા પાણીનું સેવન ફાયદાકારક છે. જીરા પાણી શરીરને ઇન્સુલિન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે અને રક્ત શર્કરાનું સ્તરને ઓછું કરવામાં ખૂબ જ ફાયદા કારક છે.            

જીરામાં એવા યોગિક શક્તિશાળી ગુણો છે કે, જે શરીરને ફ્રીરેડિકલ્સથી સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે પ્રાકૃતિક રીતે  લિવરના ડિટોક્સીફિકેશને સપોર્ટ કરવાની સાથે અપશિષ્ટને પણ શરીરમાંથી બહાર કાઢવામાં સહાયક છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.                             

જીરામાં એન્ટીએસેડિક રસાયણ હોય છે. જે ઇરેટેબલ  બાઉલ સિન્ડ્રોમની સમસ્યાથી બચાવે છે. ઉપરાંત જીરા પાણીના સેવનથી અપચો, પેટ ફુલી જવું જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. તે આંતરડા માટે પણ હિતકારી છે.

જીરા પાણી બનાવવાની રીત
રાત્રે 2 ચમચી જીરૂ પાણીમાં પલાળી દો. સવારે આ જીરાના પાણીમાં ઉકાળી લો અને તેનું પાણી ગાળીને  સવારે ભૂખ્યા પેટે પી જાઓ. બાકી રહેલું પલાળેલું જીરૂ ચાવી જાવ. આવું કરવાથી શરીરની ફેટ બર્ન થશે અને પેટ પર જામેલી ચરબી પણ ઉતરતી જશે. જીરા પાણી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે જેના કારણ હાર્ટ અટેકનો ખતરો પણ ટળે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget