Side Effects Of Aluminium Utensils : રસોઇમાં એલ્યુમિનિયમના વાસણનો કરો છો ઉપયોગ તો સાવધાન, ખતરનાક બીમારીનો બનશો ભોગ
સામાન્ય રીતે આપણે એલ્યુમિનિયમના વાસણોમાં ચાથી લઈને ચટણી સુધી બધું જ બનાવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. આમ કરવાથી આપણે અનેક રોગોને આમંત્રણ આપીએ છીએ. જાણો કેવી રીતે...
Side Effects Of Aluminium Utensils :સામાન્ય રીતે આપણે એલ્યુમિનિયમના વાસણોમાં ચાથી લઈને ચટણી સુધી બધું જ બનાવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. આમ કરવાથી આપણે અનેક રોગોને આમંત્રણ આપીએ છીએ. જાણો કેવી રીતે...
ભારતની ગૃહિણીઓ મોટાભાગે એલ્યુમિનિયમના વાસણોમાં ભોજન રાંધે છે, પરંતુ કદાચ તેઓને ખબર નથી કે, આવું કરવું જે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. છતાં અમે આ કામ રોજ કરીએ છીએ. ઘણીવાર ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે તમે જે ધાતુના વાસણમાં ખોરાક રાંધો છો તેના ગુણો આપોઆપ ભોજનમાં આવી જાય છે.
આ ખાદ્ય પદાર્થ ક્યારેય ન બનાવો
ભારતીય રસોડામાં એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, સ્ટેનલેસ સ્ટીલ અને ટેફલોનથી બનેલા વાસણોનો ઉપયોગ સામાન્ય છે. આવી સ્થિતિમાં, તમારા ઘર માટે વાસણો ખરીદવાના ફાયદા અને ગેરફાયદા વિશે યોગ્ય માહિતી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એલ્યુમિનિયમના વાસણોમાં ચા, ટામેટાની ચટણી, પુરી, સાંભર અને ચટણી ન બનાવો. તે નુકસાનકારક સાબિત થાય છે. આ ખાદ્ય પદાર્થો બનાવવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આજકાલ દરેક ઘરમાં એલ્યુમિનિયમના બનેલા વાસણોનો ઉપયોગ થાય છે.
ન્યુટ્રિશનિસ્ટ અન્નુ સિન્હાના જણાવ્યા અનુસાર, ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એલ્યુમિનિયમના વાસણો ખૂબ જ ઝડપથી ગરમ થાય છે. તેમાં રાંધવાથી તે ખોરાકમાંથી આયર્ન અને કેલ્શિયમ જેવા તત્વોને શોષી લે છે. આનો અર્થ એ છે કે જો એલ્યુમિનિયમ ખોરાકની સાથે પેટમાં જાય છે, તો તે શરીરમાંથી આયર્ન અને કેલ્શિયમને શોષવાનું શરૂ કરે છે. જેના કારણે હાડકાં નબળા પડી શકે છે.
કેટલાક કેસોમાં મગજની પેશીઓમાં પણ એલ્યુમિનિયમના નિશાન જોવા મળ્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે એલ્યુમિનિયમ તત્વો પણ માનસિક રોગોનું સંભવિત કારણ હોઈ શકે છે. જો શરીરમાં એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય તો ટીબી અને કિડની ફેલ થઈ શકે છે. તે આપણા લીવર અને નર્વસ સિસ્ટમ માટે પણ સારું માનવામાં આવતું નથી
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો