Hair Tips: શું આપ હેરને રોજ સ્ટ્રેટનિંગ કરો છો? તો સાવધાન, જાણો તેના નુકસાન
આજકાલ મોટાભાગની મહિલાઓ લગભગ નિયમત પણે વાળને સ્ટ્રેટ કરવાનું પસંદ કરે છે પરંતુ દરરોજ આમ કરવાથી વાળને નુકસાન થાય છે.
Hair Tips:વાળ આપણી સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. જાડા અને મજબૂત વાળ દરેકને ગમે છે. ફેશનના કારણે આજકાલ મોટાભાગની યુવતીઓ પોતાના વાળ સ્ટ્રેટ કરે છે. કેટલીક યુવતીઓ એવી હોય છે જેમના વાળ કુદરતી રીતે વાંકડિયા હોય છે. વાંકડિયા વાળની સંભાળ રાખવી થોડી મુશ્કેલ છે, તેથી મોટાભાગની છોકરીઓ તેમના વાળ સીધા કરે છે. કેટલીક છોકરીઓ એવી છે જે દરરોજ હેર સ્ટ્રેટનરનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના રોજિંદા ઉપયોગથી વાળ પર શું અસર પડે છે? આજે આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે દરરોજ સ્ટ્રેટનરનો ઉપયોગ કરવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે.
વાળ સીધા કરવાના ગેરફાયદા
વાળને સીધા કરવાથી વાળની સુંદરતામાં વધુ વધારો થાય છે. પરંતુ જો તમે દરરોજ તમારા વાળ સીધા કરો છો, તો તે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે પણ તમે તમારા વાળ સ્ટ્રેટ કરો છો ત્યારે તમારા વાળમાંથી ધુમાડો નીકળવા લાગે છે. તમને જણાવી દઈએ કે, આ ધુમાડો વરાળના રૂપમાં બહાર આવે છે જે તમારા વાળમાંથી ભેજને દૂર કરે છે. વાળ પર હિટ થવાને કારણે તમારા વાળ ધીરે ધીરે ખરાબ થવા લાગે છે વધુને વધુ ડ્રાય થવા લાગે છે.
આ સિવાય વધુ પડતી ગરમી પણ માથાની ચામડીને નુકસાન પહોંચાડે છે, જેના કારણે બળતરા, ખંજવાળ અને ખોડો જેવી સમસ્યાઓ થાય છે. સ્ટ્રેટનર ગરમ હોય છે જે વાળને નબળા, શુષ્ક અને નિર્જીવ બનાવે છે. તેનાથી વાળ બળવાની શક્યતા પણ વધી જાય છે. જો તમે દરરોજ સ્ટ્રેટનરનો ઉપયોગ કરો છો, તો તમારે કાયમ માટે સ્ટ્રેટનર પર નિર્ભર રહેવું પડી શકે છે.
જો તમને સ્ટ્રેટનરનો ઉપયોગ કરવાની આદત પડી જાય છે, તો તે તમારા વાળ માટે ખૂબ જોખમી બની શકે છે. જો તમારે કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગમાં જવાનું હોય તો તે સમયે તમે તમારા વાળને સ્ટ્રેટ કરો. પરંતુ દરરોજ તમારા વાળ સીધા કરવાથી હેર લોસ થાય છે. આ બધી સમસ્યાથી બચવા માટે નિયમિત સ્ટ્રેટનિંગ કરવાનું ટાળવું જોઇએ.