Health Tips: સવારે ખાલી પેટ સફરજન ખાવાના છે આ અદભૂત ફાયદા, વેઇટ લોસમાં પણ છે કારગર
શું આપ પણ સવારે ઉઠતાની સાથે જ ચા-કોફી પીઓ છો? જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સવારે ચા કે કોફીને બદલે આ ફળ ખાવું જોઈએ. જે આપને દિવસભર ઉર્જાવાન અને સ્વસ્થ રાખશે.
Health Tips:શું આપ પણ સવારે ઉઠતાની સાથે જ ચા-કોફી પીઓ છો? જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સવારે ચા કે કોફીને બદલે આ ફળ ખાવું જોઈએ. જે આપને દિવસભર ઉર્જાવાન અને સ્વસ્થ રાખશે.
મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચા કે કોફી પીને કરે છે. તેઓ વિચારે છે કે, તેઓ ઊંઘ અને આળસને દૂર કરી શકે છે અને તાજગી અનુભવે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમને નુકસાન પહોંચાડી શકે છે. સવારે ઉઠતાની સાથે જ તમારે કેફીનનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે જ ચા કે કોફી ન પીવી જોઈએ. તેના બદલે તમે સફરજન જેવો હેલ્ધી ફૂડ ખાઈ શકો છો. સવારે ઉઠતાની સાથે જ સફરજન ખાવાથી શરીરને ઘણા અને આશ્ચર્યજનક ફાયદા થાય છે.
સવારે ઉઠતાની સાથે જ 1 સફરજન ખાઓ
તમે આ કહેવત તો સાંભળી જ હશે કે 'An apple a day keeps the doctor એટલે કે રોજ એક સફરજન ખાવાથી તમે ડૉક્ટર પાસે જવાનું ટાળી શકો છો. રોજ સફરજન ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને ઘણા ફાયદા થાય છે, તેથી જ ડોક્ટરો દરરોજ સફરજન ખાવાની સલાહ આપે છે.
વજન ઘટાડવા અને હાર્ટ-ડાયાબીટીસમાં ફાયદાકારક છે
સફરજન માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સફરજન ફાઈબર અને જ્યુસથી ભરપૂર ફળ છે. સફરજન હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોલિફીનોલ્સ હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડી શકે છે. ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ સફરજન ખાવાથી ઘટાડી શકાય છે. આ તમારા પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે.
આ રીતે સફરજન ખાઓ
સફરજન તમને કેફીનના સેવનથી બચાવે છે. તેમજ નેચરલ સુગર આપને દિવસભર એનર્જેટિંક રાખે છે. સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે. જો તમને આ રીતે સફરજન ખાવાનું પસંદ નથી, તો તમે સફરજનને સ્મૂધી અથવા સલાડના રૂપમાં ખાઈ શકો છો. તમે તાજા સફરજનનો રસ પી શકો છો, પરંતુ જો તમે આ રીતે સફરજન ખાઓ તો શ્રેષ્ઠ રહેશે. તેનાથી તમારી ત્વચા પર પણ ફરક પડશે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.