Eye care tips: ચશ્માના નંબર વધી રહ્યાં છે. તો ઘરે બેઠા આ સરળ યોગ કરીને કરો આંખોનું જતન
આજકાલ ફોન, કોમ્પ્યુટર અને લેપટોપ પર કલાકો વિતાવ્યા પછી આંખો થાકી જાય છે અને નબળાઈ આવવા લાગે છે. આ યોગ દ્વારા આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળશે.
Eye care tips: આજકાલ ફોન, કોમ્પ્યુટર અને લેપટોપ પર કલાકો વિતાવ્યા પછી આંખો થાકી જાય છે અને નબળાઈ આવવા લાગે છે. આ યોગ દ્વારા આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળશે.
આજકાલ લોકો આખો દિવસ ફોન, લેપટોપ અને કોમ્પ્યુટર પર વિતાવે છે. આવી સ્થિતિમાં આંખો માટે ન તો સમય હોય છે અને ન ચિંતા, પરંતુ શું તમે જાણો છો કે આપણી આ જીવનશૈલી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. જે લોકો કોમ્પ્યુટર કે લેપટોપ પર લાંબા સમય સુધી કામ કરે છે, તેમની આંખો નબળી પડવા લાગી છે. નબળી આંખોને કારણે દ્રષ્ટિની સમસ્યા થવા લાગે છે. જેના કારણે આંખોમાં બળતરા, શુષ્કતા, આંખોમાં પાણી આવવું જેવી અનેક સમસ્યાઓ થવા લાગે છે. જો તમારે આંખોની સંભાળ રાખવી હોય તો શરીરની સાથે આંખોને લગતા યોગાસનો પણ કરો. નિયમિત યોગ કરવાથી આંખોની રોશની વધશે અને આંખોને લગતી અન્ય સમસ્યાઓ પણ દૂર થશે.
સાઇડમાં જોવું
આંખની આ એક્સરસાઇઝ માટે આપ પલાઠીવાળી બેસી જાવ, બાદ એક હાથને સીધો નાકની સીધાણમાં રાખો અને ત્યાર બાદ અંગૂઠાને ઉભો રાખો અને તેને ધીરે ધીરે રાઇટ સાઇડ અને ત્યાર બાદ લેફ્ટ સાઇજ લઇ જાવ. આ સમય દરમિયાન આંખ અંગૂઠા પર કેન્દ્રિત કરો.
હેથેળીથી આંખોને શેકો
કામ કરતા કરતા જ્યારે પણ સમય મળે, હાથની બંને હથેળીને પરસ્પર ઘસો અને ગરમ થયા બાદ આ હથેળીને આંખોના પોપચા પર રાખો. તેનાથી આંખોને આરામ મળશે
પલકે ઝપકાવાના
આ યોગ કરવો ખૂબ જ સરળ છે. આપે માત્ર આંખો બંધ કરવાની અને ખોલવાની છે. આ યોગમાં આંખોને ઝડપથી 10 વખત ઝપકાવવાનીછે.આવું કરતા 20 સેકેન્ડ આંખો બંધ કરી લો અને 3થી 5 આવું કરો. રોજ આ યોગ કરવાથી આંખોની રોશની વધે છે.
સામે જોવું
આ યોગમાં એક જ નજરને કેન્દ્રિત કરવાનું છે. આંખમાં પાણી આવી જાય ત્યાં સુધી એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ તમામ આંખના યોગ નિયમિત કરવાથી આંખોની થકાવટ દૂર થાય છે અને રોશની વધે છે.
Disclaimer: લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી અસ્મિતા ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.