ઉનાળામાં આ નેચરલ ડ્રિન્ક પીવાના છે અદભૂત ફાયદા, વેઇટ લોસની સાથે આ રોગમાં પણ મળશે રાહત, આ રીતે કરો સેવન
ઉનાળામાં ડાયટમાં વરિયાળીનું પાણી સામેલ કરવું જોઈએ. આ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વરિયાળીનું પાણી પીવાથી ન માત્ર વજન ઘટે છે પરંતુ તેના અનેક ફાયદા પણ થાય છે. જાણો વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું અને પીવું
![ઉનાળામાં આ નેચરલ ડ્રિન્ક પીવાના છે અદભૂત ફાયદા, વેઇટ લોસની સાથે આ રોગમાં પણ મળશે રાહત, આ રીતે કરો સેવન Fennel seeds water is beneficial for health ઉનાળામાં આ નેચરલ ડ્રિન્ક પીવાના છે અદભૂત ફાયદા, વેઇટ લોસની સાથે આ રોગમાં પણ મળશે રાહત, આ રીતે કરો સેવન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/20/dd74e9c18f4a1c5be27eb8424b33fb56_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Fennel seeds water :આજકાલ દરેક વ્યક્તિ તેની ખરાબ જીવનશૈલી અને આહારના કારણે સ્થૂળતાનો શિકાર બની રહ્યો છે. વહેલો હોય કે મોડો, પરંતુ સ્થૂળતા મોટા ભાગના લોકો માટે પરેશાનીનું કારણ છે. આવી સ્થિતિમાં વ્યક્તિ વર્કઆઉટ, ડાયટિંગનો સહારો લે છે. જો કે આડેધડ ડાયટિંગની પણ અનેક આડઅસરો છે. આવી સ્થિતિમાં, આહારમાં કેટલાક ઘરેલું ઉપચારનો સમાવેશ કરવો જ જોઇએ. આવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી તમારું વજન સરળતાથી ઓછું થઈ શકે. ખાસ કરીને ઉનાળામાં તમારે ડાયટમાં વરિયાળીનું પાણી સામેલ કરવું જોઈએ. આ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વરિયાળીનું પાણી પીવાથી ન માત્ર વજન ઘટે છે પરંતુ તેના અનેક ફાયદા પણ થાય છે. જાણો વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું અને પીવું
ફાઈબરથી ભરપૂર
વરિયાળીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, તેથી જ્યારે તમે વરિયાળીનું સેવન કરો છો ત્યારે તમને પેટ ભરેલું લાગે છે. વરિયાળીનું પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે. આના પરિણામે ઝડપી વજન ઘટે છે. જ્યારે તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવું જોઈએ.
એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર
વરિયાળીમાં ઝીંક, ફોસ્ફરસ, સેલેનિયમ, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ તત્વો હોય છે. આ તત્વોની હાજરીને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને આ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
શરીરને ડિટોક્સ કરો
વરિયાળીનું પાણી એક રીતે ડિટોક્સિફાયરનું કામ કરે છે. જો તમે ભોજન ખાધા પછી વરિયાળીનું પાણી પીઓ તો તે પાચનમાં મદદ કરે છે. વરિયાળીનું પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે. જેના કારણે ગેસ, કબજિયાત, પેટના દુખાવાની ફરિયાદ દૂર થાય છે.
વરિયાળીનું પાણી પીવાના ફાયદા
વરિયાળીમાં પોટેશિયમ, ઝિંક, આયર્ન જેવા તત્વો હોય છે. વરિયાળીનું પાણી પીવાથી શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.
વજન ઘટાડવું
વરિયાળીમાં રહેલા ફાઈબરને કારણે તે વજન ઘટાડવામાં મદદ કરે છે.સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી વેઇટ લોસમાં મદદ મળે છે.
પાચનતંત્રને મજબૂત બનાવે છે
વરિયાળીના બીજ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે,અને શરીરને પાચનમાં મદદ કરે છે.
ઇન્સ્યુલિન લેવલમાં સુધારો,વરિયાળીનું પાણી પીવાથી ઇન્સ્યુલિનનું સ્તર પણ નિયંત્રિત રહે છે. ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી બ્લડ શુગર કંટ્રોલ થાય છે.
બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે
વરિયાળીનું પાણી પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સુધરે છે. આ સારા કોલેસ્ટ્રોલને વધારે છે.
હૃદયને રાખે છે સ્વસ્થ
વરિયાળીનું પાણી પીવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે.
પાચનતંત્રને મજબૂત બનાવે
વરિયાળીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે.
આંખોની રોશની વધે છે
વરિયાળીનું પાણી પીવાથી આંખોની રોશની વધે છે. નબળી આંખોની સમસ્યાને પણ દૂર કરી શકાય છે.
વરિયાળીનું પાણી કેવી રીતે તૈયાર કરવું
1 ચમચી વરિયાળી લો
તેને 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરો
તેને આખી રાત પલાળી રાખો
સવારે તેને ઉકાળો
હુંફાળું પાણી પીવો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)