Health tips: માત્ર ચરબી નહિ પરંતુ આ કારણે પણ ફુલેલું રહે છે પેટ, જાણો કારણો અને ઉપાય
અનિયમિત આહાર અને જીવનશૈલીના કારણે પેટ ફુલવાની સમસ્યા થાય છે. જો કે કેટલાક ઘરેલુ ઉપચારથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
Health tips: અનિયમિત આહાર અને જીવનશૈલીના કારણે પેટ ફુલવાની સમસ્યા થાય છે. જો કે કેટલાક ઘરેલુ ઉપચારથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવું ગમે પરંતુ એ માટે ઉત્તમ પોષણયુક્ત આહાર અને નિયમિત જીવનશૈલી જરૂરી છે. પરંતુ આજની દોડધામમાં બહુ ઓછા લોકો એવા છે જે યોગ્ય આહારના નિયમોનું પાલન કરી શકે છે. આ સ્થિતિમાં પેટ ફુલવું, ગેસ, એસિડિટીની સમસ્યા સર્જાઇ છે. સૌ પ્રથમ પેટ ફુલવાના કારણો પર કરીએ નજર
પેટ ફુલી જવાના કારણો
- ઓવર ઇટિંગથી પેટ ફુલી જવાથી આ સમસ્યા થાય છે.
- જમ્યા બાદ તરત જ ઊંધી જવાથી પણ પેટ ફુલી જાય છે.
- વેઇટ વધી ગયું હોય તો પણ પેટ ફુલવાની સમસ્યા થાય છે.
- ગેસ થાય તેવો ખોરાક લેવાથી પણ પેટ ફુલી જાય છે.
દહીંનું સેવન કરો
- દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે, તે એક પ્રકારનું હેલ્ધી બેક્ટેરિયા છે જે ખોરાકના પાચનમાં મદદ કરે છે, જો તમને પેટ ફૂલવાની સમસ્યા છે તો તમારે તમારા આહારમાં દહીંનો સમાવેશ કરવો જ જોઈએ.
- વાડકી દહીંમાં કાળું મીઠું નાખીને શેકેલું જીરું અને એક ચપટી હિંગ નાખીને ખાવાથી પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળશે.
ફુદીનાની ચા પીવો
- ફુદીનામાં ફિનોલિક કમ્પાઉન્ડ હોય છે, તે આંતરડાને લગતી સમસ્યાને પણ દૂર કરે છે તેમજ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
- ફુદીનાના પાનને સારી રીતે ઉકાળો, ત્યારબાદ પાણીને ગાળીને તેમાં મધ મિક્સ કરીને પીવો, તેનાથી તમને ઘણી રાહત મળશે.
આદુનું કરો સેવન
ક્યારેક ગેસની સમસ્યાને કારણે પેટનું ફૂલવાનું શરૂ થઈ જાય છે, તો આ સમયે તમારે આદુનું સેવન કરવું જોઈએ, તમે આ રીતે આદુનો ઉપયોગ કરી શકો છો. તમે આદુના નાના ટુકડા કરીને મોંમાં રાખી શકાય. જોઆપ કાચો આદુ ન ખાઇ શકો તો તેનો રસ કાઢીને હૂફાળી પાણી સાથે પી શકો છો. પેટ ફુલવાની સમસ્યામાં આ ટિપ્સ કારગર છે.
વરિયાળીનું પાણી
વરિયાળીનું સેવન કરવાથી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે કે આંતરડા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જેના કારણે તમને પેટ ફૂલવાની સમસ્યા નહીં થાય.જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાઓ અથવા મસાલાની જેમ સલાડ સાથે વરિયાળી ખાઓ, નહીંતર તેને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો અને સવારે તે પાણી પી લો. પેટ ફુલવાની સમસ્યાથી રાહત મળશે.