શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Handwritting: ડોક્ટરના ગરબડિયા અક્ષરો હવે ગૂગલ ઉકેલી આપશે

Handwritting: દવાની દુકાને કાઉન્ટર પરના લોકો આ અક્ષરો કેમ ઉકેલી શકતા હશે તેની આપણને નવાઈ લાગે. હવે આ વાતમાં પણ ગૂગલે ચંચૂપાત કર્યો છે! ગૂગલે તેની લેન્સ સર્વિસને કામે લગાડી છે.

આ વાતમાં ડોકટરો, તેમના દર્દીઓ અને દવાના દુકાનદારો સૌને એક સરખો રસ પડવો જોઇએ. આપણો વર્ષોનો અનુભવ છે કે મોટા ભાગના ડોકટર તેમના પ્રીસ્ક્રિપ્શન ગરબડીયા અક્ષરોમાં લખતા હોય છે. દવાની દુકાને કાઉન્ટર પરના લોકો આ અક્ષરો કેમ ઉકેલી શકતા હશે તેની આપણને નવાઈ લાગે. હવે આ વાતમાં પણ ગૂગલે ચંચૂપાત કર્યો છે! ગૂગલે તેની લેન્સ સર્વિસને કામે લગાડી છે. હમણાં યોજાયેલી ગૂગલ ફોર ઇન્ડિયા કોન્ફરન્સમાં આ જાહેરાત કરતાં ગૂગલે જણાવ્યું કે થોડા સમયમાં ગૂગલની લેન્સ સર્વિસની મદદથી જો ડોકટરના પ્રીસ્ક્રિપ્શનનો ફોટોગ્રાફ લઇને તેને સ્કેન કરવામાં આવશે તો લેન્સ સર્વિસ ડોકટરના ગરબડિયા અક્ષરો ઉકેલી આપશે અને દવાના નામ સ્પષ્ટ અક્ષરોમાં દર્શાવશે.

ટાઇપ થયેલી કે પ્રિન્ટ થયેલી ટેકસ્ટને આ રીતે ગૂગલ લેન્સથી સ્કેન કરીને એડિટેબલ ટેક્સ્ટમાં ફેરવવાની બાબતમાં ગૂગલની લેન્સ સર્વિસે ખાસ્સી માસ્ટરી કેળવી લીધી છે. પરંતુ હાથે લખાયેલા અક્ષરો ઉકેલવામાં તેને હજી એટલી ફાવટ નથી. એ જોતાં ડોકટરના અક્ષરો ઉકેલવા એ ઘણી મોટી સિદ્ધિ કહેવાય! જોકે આ સર્વિસ એક્ઝેટલી ક્યારે લોન્ચ થશે એ વિશે હજી સ્પષ્ટતા નથી.

આ જ ઇવેન્ટ દરમિયાન ગૂગલ ક્લાઉડ અને ભારતની એપોલો હોસ્પિટલ ચેઇન વચ્ચેના એક જોડાણની પણ જાહેરાત કરવામાં આવી. બંને કંપની સાથે મળીને એક ક્લિનિકલી ઇન્ટેલિજન્ટ પ્લેટફોર્મ વિકસાવશે જેને કારણે ગૂગલ ક્લાઉડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેકનોલોજીની મદદથી સામાન્યથી લઇને ભાગ્યે જ થતી બીમારીઓના રહસ્યો ઉકેલવામાં મદદ મળશે. 

આ પણ વાંચો: 

Healthy Bone: તમારા બાળકોનાં હાડકાં બનશે મજબુત જો કરશો આ ઉપાય 

બાળકોના વિકાસ માટે તેમના હાડકા મજબુત હોય તે ખુબ જરૂરી છે. તેમના હાડકા મજબુત બને તે માટે જરૂરી છે કે તમે બાળકોને પોષક તત્વોથી ભરપુર આહાર આપો. સ્વસ્થ જીવનશૈલી અને પોષકતત્વોથી ભરપુર આહાર બાળકોની ઓવરઓલ હેલ્થ અને ગ્રોથ માટે ખુબ જરૂરી છે. અહીં આપેલી કેટલીક ટિપ્સ અપનાવો અને તમારા બાળકોના હાડકા મજબુત બનાવો. દરેક વ્યક્તિના હાડકા બાળપણ અને કિશોરાવસ્થામાં જ મજબુત બને છે. આ દરમિયાન હાડકાનું ઘનત્વ ઝડપથી વિકસે છે. જ્યારે બાળકો 18થી 25 વર્ષના થઇ જાય ત્યારે હાડકાંઓનું ઘનત્વ વધવાનું બંધ થઇ જાય છે, કેમકે 90 ટકા હાડકા પહેલા વિકસી ચુક્યા હોય છે. આવા સંજોગોમાં જે પેરેન્ટ્સ પોતાના બાળકોનો શારિરીક અને માનસિક વિકાસ ઇચ્છતા હોય તેમણે બાળકોની હેલ્થ પર પહેલેથી જ ધ્યાન આપવુ જોઇએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Embed widget