શોધખોળ કરો

શું તમે પણ કેમિકલવાળુ તરબૂચ નથી ખાતા ને, આ રીતે કરો ચેક 

કેમિકલયુક્ત આ તરબૂચને લાલ અને મીઠા બનાવવામાં આવે છે કે કેમ તે અંગે ટેન્શન છે. તરબૂચ એક રસદાર, તાજું અને સ્વાદિષ્ટ ફળ જેની મોટા ભાગના લોકો ઉનાળો શરૂ થતાં જ રાહ જોતા હોય છે.

એક સમય હતો જ્યારે તરબૂચને કાપીએ તો  લાલ અને મીઠુ નીકળે, ત્યારે આખું ઘર ખુશ થઈ જાય છે. પણ હવે આ ખુશી એક 'ટેન્શન' લઈને આવે છે. કેમિકલયુક્ત આ તરબૂચને લાલ અને મીઠા બનાવવામાં આવે છે કે કેમ તે અંગે ટેન્શન છે. તરબૂચ એક રસદાર, તાજું અને સ્વાદિષ્ટ ફળ જેની મોટા ભાગના લોકો ઉનાળો શરૂ થતાં જ રાહ જોતા હોય છે. પરંતુ ચિંતા કરશો નહીં. અમે તમને તમારા ઘરે લાવવામાં આવેલ તરબૂચ કેમિકલયુક્ત ઇન્જેક્ટેડ તરબૂચ છે કે નહીં તે ચકાસવા માટે  સૌથી સરળ અને સચોટ રસ્તો જણાવવા જઈ રહ્યા છીએ.

92 ટકા પાણીથી ભરેલું તરબૂચ ફાઇબરનો ભંડાર છે. તેને ખાવાના ઘણા ફાયદા છે. ખાસ વાત એ છે કે તેમાં માત્ર 6 ટકા શુગર હોય છે, તેથી ડાયાબિટીસથી પીડિત લોકો પણ તેને સરળતાથી ખાઈ શકે છે. પરંતુ અસલી અને નકલી વચ્ચેની ભેળસેળને કારણે લોકોના મનમાં આ ફળને લઈને એક ડર પેદા થયો છે. વાસ્તવમાં ઉનાળાની ઋતુમાં તરબૂચની માંગ વધુ હોય છે. આવી સ્થિતિમાં તેને ઝડપથી પાકવા માટે ઓક્સીટોસિનનું ઇન્જેક્શન લગાવવાની શક્યતા રહે છે. આ એક હાનિકારક રસાયણ છે, જે તરબૂચના ગુણોને નષ્ટ કરી શકે છે અને તેને નુકસાનકારક બનાવી શકે છે. ક્યારેક તેને બગડતા અટકાવવા માટે કેમિકલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેને લાલ અને મીઠુ બનાવવા માટે કૃત્રિમ રંગ, નાઈટ્રેટ, કેલ્શિયમ કાર્બાઈડ જેવા રસાયણોનો ઉપયોગ કરી શકાય છે. નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તરબૂચને માંગ પ્રમાણે પુરી પાડી શકાય. જેના કારણે રાતોરાત પાક વધી જાય છે. આ બધા તત્વો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

અનેક રોગો થઈ શકે છે

રસની જગ્યાએ કેમિકલ ભરેલા તરબૂચ ખાવાથી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થઈ શકે છે. તરબૂચમાં કૃત્રિમ રંગો ઉમેરવાને કારણે તમને ફૂડ પોઇઝનિંગ થવાની ભીતિ છે. જ્યારે નાઈટ્રોજન, કેલ્શિયમ કાર્બાઈડ જેવા રસાયણો કિડની અને લીવરને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે પાચન સંબંધી સમસ્યાઓની સાથે કેન્સરનો પણ ખતરો રહે છે.

તરબૂચમાં કેમિકલ નાખવામાં આવ્યું છે કે નહીં તે સરળતાથી ઓળખી શકાય છે

1. તરબૂચને કાપ્યા પછી તેના પર કોટન બોલ અથવા સફેદ કપડું ઘસો. જો તમને તેના પર લાલ રંગ દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તેમાં લાલ રંગ નાખવામાં આવ્યો છે.

2. સામાન્ય રીતે તરબૂચ પર સફેદ પાવડર હોય છે. ઘણીવાર લોકો તેને ધૂળ કે માટી માને છે. પરંતુ તે કેલ્શિયમ કાર્બાઈડ છે, જે તરબૂચને સમય પહેલા પાકવા માટે લગાવવામાં આવે છે. આવા તરબૂચ ખરીદશો નહીં.

3. ખૂબ મોટા કદના તરબૂચ ખરીદવાનું ટાળો. કારણ કે શક્ય છે કે તેઓ ફોરક્લોરફેન્યુરોન કેમિકલનું ઇન્જેક્શન આપીને મોટા થયા હોય.

4. હંમેશા તરબૂચ ખરીદો જેના તળિયે અથવા બાજુએ પીળા રંગનું મોટું વર્તુળ હોય. જ્યારે તરબૂચ ખેતરની જમીનને સ્પર્શે છે ત્યારે આ પીળું વર્તુળ રચાય છે. આવી સ્થિતિમાં, તે રસાયણો વિના ગણવામાં આવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Embed widget