Health: ફૂડને પાર્સલ કરવા માટે આ રીતે પેક કરો છો તો સાવધાન, કેન્સર જેવા જીવલેણ રોગોનું વધે છે જોખમ
Health tips: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ન્યૂઝપેપરમાં લપેટેલો ખોરાક ખાવાથી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.અખબારો છાપવા માટે વપરાતી શાહીમાં ખતરનાક કેમિકલ હોય છે. ડાઇ એન આઇસોબ્યુટાઇટ જેવા રસાયણો હાજર છે. અખબારમાં ગરમ ખોરાક રાખવાથી, આ શાહી ઘણી વખત ખોરાક સાથે ચોંટી જાય છે. જેના કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
Health Tips:ભારતીય ઘરોમાં અખબાર વાંચ કરતા ફૂડ પેક કરવામાં વધુ યુઝ થાય છે. સામાન્ય રીતે, આપણે બધાએ એક યા બીજા રીતે ફૂડને અખબારમાં લપેટીએ છીએ. ઘણીવાર સ્ટ્રીટ ફૂડની દુકાનો પરના દુકાનદારો પેકિંગ માટે અખબારનો ઉપયોગ પણ કરે છે. ઘણા લોકો રોટલી પરાઠાને પણ ચાંદીના વરખ કે અખબારમાં લપેટે છે પરંતુ શું તમે જાણો છો કે તમારી આ નાનકડી આદત તમને ખતરનાક બીમારીઓનો ભોગ બનાવી શકે છે. ચાંદીના વરખમાં ખાવાનું પેક કરવું પણ યોગ્ય નથી. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, ખોરાકને અખબારમાં લપેટીને અથવા ચાંદીના વરખમાં લપેટીને ન ખાવું જોઈએ, આ બંનેમાં આમાં ખતરનાક રસાયણો હોય છે જે શરીરની અંદર જઈને કેન્સર જેવી બીમારીઓ ફેલાવે છે. ચાલો જાણીએ તેના ઉપયોગથી થતા નુકસાન વિશે.
અખબારમાં ખોરાક લપેટીને કેવી રીતે નુકસાન થાય છે?
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ન્યૂઝપેપરમાં લપેટેલો ખોરાક ખાવાથી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.અખબારો છાપવા માટે વપરાતી શાહીમાં ખતરનાક કેમિકલ હોય છે. ડાઇ એન આઇસોબ્યુટાઇટ જેવા રસાયણો હાજર છે. અખબારમાં ગરમ ખોરાક રાખવાથી, આ શાહી ઘણી વખત ખોરાક સાથે ચોંટી જાય છે. જેના કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જ્યારે શરીરમાં આ રસાયણોનું પ્રમાણ વધુ હોય ત્યારે કેન્સરનું જોખમ વધી જાય છે. અખબારમાં લપેટીને ખાવાથી મોઢાના કેન્સરથી લઈને ફેફસાના કેન્સર થવાનું જોખમ રહેલું છે.
અખબારમાં લપેટીને ખાવાથી પાચનતંત્રને પણ નુકસાન થાય છે. તેની શાહીમાં રહેલા કેમિકલ્સ પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેનાથી પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે. આ પેપરમાં તૈલી વસ્તુઓ ખાવાથી લીવર કેન્સરનું જોખમ વધી શકે છે.કેટલાક નિષ્ણાતોના મતે આના કારણે આંખોની રોશની ગુમાવવાનો ભય પણ છે. આ આદત ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને નુકસાન પહોંચાડે છે.
એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાક ખાવાના ગેરફાયદા
ઘણા લોકો માને છે કે અખબારની જગ્યાએ એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાક રાખીને ખાવાનું યોગ્ય છે, દરરોજ ફોઇલ પેપરનો ઉપયોગ પણ ખતરનાક બની શકે છે. જ્યારે ખોરાક ગરમ રહે છે, ત્યારે લોકો તરત જ તેને ફાઇલ પેપરમાં પેક કરે છે, જેના કારણે ફોઇલ પેપર ઓગળવા લાગે છે. અને તે ખોરાકમાં ભળી જાય છે અને તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ કારણે તમને લીવર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ પ્રભાવિત થાય છે. કેટલાક લોકોને આવા ખોરાકથી અલ્ઝાઈમરની ફરિયાદ પણ થાય છે, લોકો વસ્તુઓ ભૂલી જવા લાગે છે.
WHO ના રિપોર્ટ અનુસાર, રાંધેલા ખોરાકને ફોઇલમાં રાખવાથી એલ્યુમિનિયમ ફોઇલના કેમિકલ ખઓરાકમાં શોષય છે. જેના કારણે આવો ખારોક ખાવાથી મગજના કોષોનો વિકાસ અટકે છે, જેના કારણે ભૂલી જવા જેવી સમસ્યા થઈ શકે છે.શરીરમાં એલ્યુમિનિયમની માત્રા વધવાથી હાડકાં નબળા પડવા જેવી ફરિયાદ પણ થઈ શકે છે. ખાટા ફળો અથવા ખાદ્ય પદાર્થોને ફાઈલમાં રાખવાથી તેનું રાસાયણિક સંતુલન બગડે છે અને વસ્તુઓ ઝેરી બની શકે છે.
વરખનો ઉપયોગ કેવી રીતે કરવો
ડોક્ટરોના મતે જો ફોઈલની ગુણવત્તા સારી ન હોય તો તેનાથી વધુ નુકસાન થઈ શકે છે. હાનિકારક રસાયણો વધુ સમસ્યાઓનું કારણ બની શકે છે, તેથી જ્યારે પણ તમે ફોઇલનો ઉપયોગ કરો છો, ત્યારે સારી ગુણવત્તાનો ઉપયોગ કરો. અને તેમાં ગરમ ફૂડ કયારેય પેક ન કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચો
વધુ પડતું મીઠું ખાવાથી ફેઇલ થઇ શકે છે કિડની, શરીરમાં આ લક્ષણો જોવા મળે તો ના કરો નજરઅંદાજ
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )