(Source: ECI/ABP News/ABP Majha)
Benefits of Dates: શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે અનેક ફાયદા, કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે વરદાનરૂપ
શિયાળામાં ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઋતુમાં ખજૂર ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડક આપનારી અને ખૂબ જ શાંત હોય છે.
શિયાળામાં ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઋતુમાં ખજૂર ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડક આપનારી અને ખૂબ જ શાંત હોય છે. આયુર્વેદ અનુસાર ખજૂરનો સ્વાદ મીઠો હોય છે, પરંતુ તે પચવામાં થોડી ભારે હોય છે. જો કે પચ્યા પછી પણ તેની અસર મીઠી હોય છે. ખજૂર શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ ખજૂર ખાવાના ઘણાં ફાયદા છે.
ખજૂરને ન્યૂટ્રિએન્ટ્સ અને માઇક્રો ન્યૂટ્રિએન્ટ્સનો ખજાનો કહેવામાં આવે છે. ખજૂરને તમે રેગ્યુલર ખાઓ છો તો શરીરને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો તમારે રોજ ખજૂરનું સેવન કરવુ જોઇએ.
બેડ કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી સમસ્યાઓને ટ્રિગર કહેવામાં આવે છે. ખજૂરમાંથી મળતા તત્વો એટલે કે ફાઇબર આ બેડ કોલેસ્ટ્રોલને ખતમ કરવાનું કામ કરે છે. જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા વધારે રહે છે એમને રોજ ડાયટમાં ખજૂર સામેલ કરવી જોઇએ.
હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખજૂર સૌથી બેસ્ટ છે. હાઇ બીપીના દર્દીઓ રોજ ખજૂર ખાવી જોઇએ. ખજૂરમાં પોટેશિયમ અને સોડિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ દર્દીઓએ ખજૂરનું સેવન કરવુ જોઇએ.
શરદી, ખાંસી અને ઉઘરસ જેવી સમસ્યાઓમાંથી તમે બચી શકો છો. ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને અનેક બીમારીઓથી દૂર રહે છે. શિયાલામાં ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ખજૂર ખાવાના યોગ્ય સમયની વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને ખાલી પેટ ખજૂર ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે. તેને બપોરના નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને સૂતી વખતે ઘી સાથે તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. હવે સવાલ એ આવે છે કે એક દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ તો જવાબ છે કે શરુઆતમાં રોજ માત્ર 2 ખજૂર ખાવી પૂરતી રેહશે. બાદમાં તમે 4 ખજૂર સુધી ખાઈ શકો છો. આનાથી વધુ માત્રામાં ના ખાવી જોઈએ, નહીંતર આડઅસરો પણ જોવા મળી શકે છે.
પલાળેલી ખજૂર ખાવાથી તેમાં રહેલા ટેનીન અને ફાઈટીક એસિડ દૂર થઈ જાય છે, જેના કારણે આપણે ખજૂરમાંથી પોષક તત્વોને સરળતાથી શોષી શકીએ છીએ. પલાળીને ખાવાથી , તેઓ પચવામાં સરળ બને છે. તેથી જો તમે ખજૂરનો સ્વાદ અને પોષણ બંને મેળવવા માંગતા હો, તો તેને ખાતા પહેલા આખી રાત એટલે કે 8-10 કલાક પલાળીને રાખો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )