Brain : મહિલા કે પુરૂષમાંથી કોનું મગજ વધુ ગરમ? માસિક ધર્મ સાથે શું સંબંધ?
તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે, 'મારું મગજ બહુ ગરમ છે. મારી સાથે વાત ન કરો. મને ઍકલો મુકી દો'. લોકો વારંવાર આ વાક્યનો ઉપયોગ ચેતવણી તરીકે કરે છે.
Brain Temperature: તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે, 'મારું મગજ બહુ ગરમ છે. મારી સાથે વાત ન કરો. મને ઍકલો મુકી દો'. લોકો વારંવાર આ વાક્યનો ઉપયોગ ચેતવણી તરીકે કરે છે, જેમાં મનની ગરમી એટલે ક્રોધ. આ પંક્તિ આપણને કોઈએ ક્યારેક તો કહી જ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગુસ્સે વ્યક્તિનું મન ખરેખર ગરમ થઈ જાય છે? શું માનવ મગજનું તાપમાન શરીરના અન્ય ભાગો કરતા વધારે છે કે ઓછું છે? આવો સમાચારમાં જાણીએ કે મગજના તાપમાન કે ગરમ થવા પાછળનું સત્ય શું છે...
મગજનું તાપમાન શરીરના તાપમાન કરતા વધારે
તાજેતરમાં માનવ મગજ પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે આપણા મગજનું તાપમાન દિવસમાં ઘણી વખત વધે છે અને ઘટે છે. બ્રિટનના એક રિસર્ચ ગ્રૂપ દ્વારા બ્રેઈન જર્નલમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર, આપણા મગજનું તાપમાન દિવસમાં ઘણી વખત ઘટે છે અને વધે છે. જો મગજનું તાપમાન ઓછું કે વધારે ન હોય તો તે મનુષ્ય માટે સારું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિનું મગજ સંપૂર્ણ રીતે ઠીક હોય તો તેનું તાપમાન શરીરના અન્ય ભાગો કરતા વધારે રહે છે. આપણા શરીરનું સામાન્ય તાપમાન 37°C (98.6° ફેરનહીટ) છે.
મગજનું તાપમાન શું છે?
રિપોર્ટ અનુસાર, એક સ્વસ્થ મગજ શરીરના અન્ય ભાગો કરતા વધુ ગરમ હોય છે. આપણા મગજનું સરેરાશ તાપમાન 38.5 °સે છે, જે શરીરના બાકીના ભાગો કરતા 2 °સે વધારે છે. યુકેના સંશોધકોના અહેવાલમાં માનવ મગજના તાપમાન વિશે ઘણી બાબતોનો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, આપણા મગજના ઊંડા ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે. જો કે, જો શરીરનું તાપમાન આટલું વધી જાય તો ડૉક્ટરો તેને તાવ ગણવા લાગે છે.
કોનું મગજ ગરમ, સ્ત્રી કે પુરુષનું?
સંશોધકોએ ખુલાસો કર્યો છે કે, મહિલાઓનું મગજ પુરુષો કરતાં વધુ ગરમ હોય છે. મગજના ઊંડા ભાગમાં પુરુષોનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહે છે પરંતુ સ્ત્રીઓમાં આ ભાગનું તાપમાન 40.90 ડિગ્રી સેલ્સિયસ રહે છે. આ મુજબ સ્ત્રીઓના મગજનું તાપમાન પુરુષો કરતાં સરેરાશ 0.4 °સે વધારે છે. સંશોધકોનું માનવું છે કે, તે માસિક સ્રાવ સાથે સંબંધિત છે. સંશોધકોએ એ પણ શોધી કાઢ્યું છે કે, જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ તેમ તેના મગજનું તાપમાન પણ વધવા લાગે છે. ઉંમર સાથે મગજના ઊંડા ભાગમાં તાપમાન વધુ વધે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )