Omicron in kids: ઓમિક્રોનથી સંક્રમિત બાળકોમાં જોવા મળે આ પાંચ લક્ષણો, તો થઇ જાવ સાવધાન
ઓમિક્રોન વેરિઅન્ટ લાંબા સમય સુધી ભારતમાં અસર કરે તેવી શક્યતા છે. એવામાં ઓમિક્રોન બાળકોને સંક્રમિત કરે ત્યારે ક્યા લક્ષણો જોવા મળી શકે છે.
Omicron symptoms in children: ભારત સહિત આખી દુનિયામાં ઓમિક્રોન વેરિઅન્ટે તબાહી મચાવી છે. કોરોનાને લઇને શરૂઆતમાં કહેવામાં આવી રહ્યું હતું કે આ વેરિઅન્ટથી બાળકોને વધુ નુકસાન થવાની સંભાવના નથી. પરંતુ હવે બાળકોને આ વેરિઅન્ટ ગંભીર રીતે પ્રભાવિત કરી રહ્યો છે. હોસ્પિટલમાં બાળકોને ભરતી કરવાના કેસ વધી રહ્યા છે. ખાસ કરીને એવા બાળકો જે અગાઉથી અનેક બીમારીઓનો શિકાર છે. ભલે ભારતમાં કોરોનાના કેસ છેલ્લા સપ્તાહમાં ઘટવાની શરૂઆત થઇ છે. પરંતુ ઓમિક્રોન વેરિઅન્ટ લાંબા સમય સુધી ભારતમાં અસર કરે તેવી શક્યતા છે. એવામાં ઓમિક્રોન બાળકોને સંક્રમિત કરે ત્યારે ક્યા લક્ષણો જોવા મળી શકે છે.
Zoe કોવિડ લક્ષણોના અભ્યાસ અનુસાર, શરીરમાં થાકનો અનુભવ થવો બાળકોમાં કોરોના વાયરસનો સૌથી સામાન્ય લક્ષણ છે. ત્યારબાદ બાળકોમાં માથાનો દુખાવો, ગળામાં ખારાશ, નાકમાંથી પાણી આવવું, છીંક આવવી જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. Zoe કોવિડ સ્ટડી એપ પરના ડેટા અનુસાર બાળકો અને વયસ્કોમાં ઓમિક્રોનના લક્ષણો અલગ અલગ જોવા મળે છે.
તે સિવાય ડાયરિયા અને શરીર પર ચકમા પણ જોવા મળી શકે છે. પરંતુ ઓમિક્રોનથી સંક્રમિત ઓછા બાળકોમાં આ લક્ષણો જોવા મળે છે. વેક્સિન લીધેલા બાળકોમાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા છે પરંતુ તેવા બાળકોને સામાન્ય તાવની સમસ્યા રહે છે.
નોંધનીય છે કે ભારતમાં હાલમા બાળકોને વેક્સિન આપવાની શરૂઆત થઇ ચૂકી છે. જલદી 12 વર્ષથી ઉપરના બાળકોનું વેક્સિનેશન થઇ જશે. વેક્સિન તમારા બાળકને ગંભીર સંક્રમણથી બચાવી શકે છે પરંતુ સંક્રમિત થતા બચાવી શકે નહીં. તમારા બાળકને કોરોનાના નિયમોનું પાલન કરાવો.
Kia Carens Petrol Review: 7 સીટર સેલ્ટોસથી ખૂબ આગળની કાર છે કિયા કેરેન્સ, વાંચો રિવ્યૂ
'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે
Investment Tips: SIP માં પૈસા લગાવતી વખતે નવા રોકાણકારો કરે છે આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )